શીતલ કુલ પ્રોડક્ટ લિમિટેડે વિશ્વ સ્તરે દેશનું ગૌરવ વધાર્યુ

  • છ કે તેથી વધુ ફુડ કેટેગરી વાળી ઇન્ડિયામાં માત્ર દસ કંપનીઓને મંજુરી અપાઇ તેમાં અમરેલી શીતલનો સમાવેશ

અમરેલી, શીતલ કૂલ પ્રોડક્ટ્સ લિમિટેડના પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે સંપર્કમાં છે તે દરેકને હાર્દિક અભિનંદન પાઠવી જણાવાયું છે કે, છેવટે, હૃદય સ્પર્શી સ્વપ્ન વાસ્તવિકતા બની ગયું છે, શીતલ કૂલ પ્રોડક્ટ્સ લિ. એ
Global Standards for Food Safety, Issue 8, BRC Global standards FSMA Preventative Controls and FSVP prepardness (U.S. FDA STANDARD) ઓડિટ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે.
આ પ્રમાણપત્ર Alcumus ISOQAR August ,2020 ના રોજ આપવામાં આવ્યું હતું.
એક પ્લાન્ટ હેઠળ બંને મોડ્યુલો સાથે 6 કે તેથી વધુ ફૂડ કેટેગરીવાળી ઇન્ડિયામાં માત્ર 10 કંપનીઓને મંજૂરી આપવામાં આવી છે, જેમાં SCPL એ પોતાનું સ્થાન મેળવ્યું છે. તેના મેનેજમેન્ટના ઉદ્યમ અને મહેનતુ પ્રયત્નોથી વિશ્વસ્તરે કંપની તથા દેશનું ગૌરવ વધારી, ઉત્સાહથી રાહ જોવાતી આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે તે બદલ અભિનંદનની વર્ષા થઇ રહી છે.