શીયાળબેટમાં યુવાનનું ઝેરી ટીકડા પી જતા મોત

અમરેલી,
જાફરાબાદ તાલુકાના શીયાળબેટ ગામે રહેતા ભરતભાઈ કાનાભાઈ શીયાળ ઉ.વ. 35 ના માતાનું પાંચેક દિવસ પહેલા વાહન અકસ્માતમાં મૃત્યું થયેલ હોય. જેનો આઘાત લાગતા અનાજમાં નાખવાના ઝેરી ટીકડા પોતાની મેળે પી જતા સારવાર માટે દવાખાને ખસેડાતા સારવાર દરમ્યાન મૃત્યું નિપજયાનું પિતા કાનાભાઈ માયાભાઈ શિયાળે જાફરાબાદ મરીન પોલિસ મથકમાં જાહેર કરેલ