શુક્રવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં અમરેલી જિલ્લામાં કોરોનાનાં 30 કેસ નોંધાયાં

235 દર્દીઓ સારવાર હેઠળ : ઘેર ઘેર ટેસ્ટ થાય તો ભયજનક આંકડાઓ સામે આવવાની શક્યતા

અમરેલી,અમરેલી જિલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યા કુદકે ને ભુસકે વધી રહી છે શુક્રવારે રાત્રે 10 વાગ્યા સુધીમાં કોરોનાનાં 30 કેસ નોંધાયા છે અને 27 દર્દીઓને કોરોનામુક્ત થતા રજા અપાતા હાલમાં 235 દર્દીઓ સારવાર હેઠળ છે જો તંત્ર દ્વારા ઘેર ઘેર સામુહીક રીતના ટેસ્ટ થાય તો કેસ ભલે વધારે પરંતુ માનવ હાની અટકી શકે તેમ છે.