શુક્ર ધન રાશિમાં આવતા અરાજક્તામાં ઘટાડો કરશે

મેષ (અ,લ,ઈ) : સાહસથી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
વૃષભ (બ,વ,ઉ) : આર્થિક બાબતોમાં સારું રહે,અચાનક લાભ થવાના સંકેત છે.
મિથુન (ક,છ,ઘ) : કાર્યસિદ્ધિ આપતો દિવસ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
કર્ક (ડ,હ) : વાદ વિવાદ થી દૂર રહેવું,તમારા કામમાં વિશેષ ધ્યાન દેવું.
સિંહ (મ,ટ) : આકસ્મિત લાભ થાય,જુના મિત્રોને મળવાનું બને,શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ ) : સ્ત્રી વર્ગ માટે ઉત્સાહજનક,નોકરિયાતવર્ગને સારું રહે.
તુલા (ર,ત) : ધ્યાન યોગ મૌનથી લાભ થાય,ભાગ્યબળ માં વૃદ્દિ થાય.
વૃશ્ચિક (ન ,ય ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવતી જણાય,પ્રગતિકારક દિવસ.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): જાહેરજીવનમાં સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
મકર (ખ ,જ ) : તબિયતની કાળજી લેવી,બહારના ખાન-પાનમાં ધ્યાન રાખવું પડે.
કુંભ (ગ ,સ,શ ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મીન (દ ,ચ ,ઝ ,થ): તમામ ભૌતિક સુખ સગવડ આપતો આનંદદાયક દિવસ.

અગાઉ લખ્યા મુજબ હાલમાં મંગળ અને શુક્ર વચ્ચે પરિવર્તન યોગ ચાલી રહ્યા છે જેના પરિણામો હાલ આપણે જોઈ રહ્યા છીએ. તા. 30 ઓક્ટોબરને શનિવારે શુક્ર મહારાજ વૃશ્ચિક રાશિ છોડીને ધનુ રાશિમાં પ્રવેશ કરશે. ધન રાશિ એ ગુરુની રાશિ છે. ગુરુ મહારાજ દેવ ગુરુ છે જયારે શુક્ર મહારાજ દાનવ ગુરુ છે બંને ગુરુ છે પરંતુ પ્રકૃતિ અલગ અલગ છે. હાલમાં ગુરુ મહારાજ નીચસ્થ ચાલી રહ્યા છે વળી શનિ સાથે બેસી ધર્મ કર્મ યોગ બનાવી રહ્યા છે. શુક્ર ધન રાશિમાં આવતા કેતુ સાથે તેની યુતિ પૂર્ણ થાય છે જે જળતત્વના અસંતુલનમાં કમી લાવશે વળી અરાજક્તામાં ઘટાડો કરશે. શુક્ર ગુરુના ઘરમાં આવે છે ત્યારે કલાક્ષેત્રે ઊંડા અભ્યાસ અને ઉચ્ચ અભ્યાસની બોલબાલા વધે છે. સંગીત,ગાયન અને નૃત્ય જેવા વિષયમાં ક્લાસિકલ નોલેજની ભૂખ ઉભી થાય છે. ગુરુના ઘરનો શુક્ર કલાના ક્ષેત્રમાં પણ વધુને વધુ અભ્યાસ તરફ આગળ વધે છે અને વ્યક્તિની કલા પરિપક્વ બને છે વળી ગુરુના ઘરમાં શુક્ર સંયમિત બને છે આછકલાઈ કરતો નથી તથા પ્રભાવી બને છે બંનેના ગુણધર્મમાં ફેર હોવાથી કલા જગતના વ્યક્તિઓના વિચારોમાં ક્યાંક વિરોધાભાષ થતો જોવા મળે પરંતુ એકંદરે આ શુક્ર સાત્વિકતાથી સભર કલા આપે છે અને જે આનંદ પ્રમોદ આપે છે તે પણ સાત્વિક આપે છે અને આ વિષયો પર સારું જ્ઞાન પીરસે છે. ગુરુ શનિ સાથે હોય છે ત્યારે એ ધર્મ અને કર્મને જોડે છે જેથી વ્યક્તિ પોતાના જીવનમાં અ બંનેમાં સંતુલન રાખી ચાલે છે અને સારા પરિણામ પ્રાપ્ત કરે છે. એકંદરે ગ્રહમાન ધીમે ધીમે સુધરી રહ્યું છે એમાં પણ નવેમ્બરમાં ગુરુ કુંભમાં આવવાથી વિશેષ લાભ થતો જોવા મળશે.