શુક્ર મહારાજે અસ્ત થવા સાથે જ ઘણા બનાવો એક સાથે આપણી સમક્ષ મૂકી દીધા

મેષ (અ,લ,ઈ) : ગુસ્સા અને આવેશ પર સંયમ રાખવો પડે,દિવસ માધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : સફળતા માટે થોડી રાહ જોવી પડે પણ યાદ રાખો સફળતા મળશે જ.
મિથુન (ક,છ,ઘ) : વેપારી મિત્રોને ખરીદ વેચાણમાં લાભ થાય,દિવસ સારો રહે.
કર્ક (ડ,હ) : મનોમંથન કરી શકો,આંતરિક શક્તિમાં વૃદ્ધિ થાય.
સિંહ (મ,ટ) : મનમાં બેચેની રહ્યા કરે,ધાર્યા કામ પાર ના પડે.
કન્યા (પ,ઠ,ણ) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,શુભ દિન.
તુલા (ર,ત) : જીવનમાં નિયમિતતા જરૂરી છે,પૂજા પાઠથી બળ મળી રહેશે.
વૃશ્ચિક (ન,ય) : સંતાન અંગે ચિંતા જણાય,જો કે ધીમે ધીમે પરિસ્થિતિ સુધરે.
ધન (ધ,ભ,ફ,ઢ): લેખન વાંચન અને મનન કરી શકો જેની ખુબ જરુરુ છે.
મકર (ખ,જ) : પરિસ્થિતિમાં ફેરફાર આવી રહ્યો છે,સમજી ને ચાલવું.
કુંભ (ગ,સ,શ ) : મનમાં બેચેની રહ્યા કરે,કોઈ પ્રવૃત્તિમાં મનના લાગે.
મીન (દ,ચ,ઝ,થ): તમારી જાતને અંદર થી ઓળખી શકો,આત્મસંવાદ કરી શકો.

અગાઉ લખ્યા મુજબ અસ્તના શુક્ર મહારાજ રાજા સૂર્યની વિશેષ સેવામાં છે માટે તેમને વિશેષ કાર્ય સોંપવામાં આવે છે જે હાલના ઘટનાક્રમ પરથી આપણે સૌ જોઈ રહ્યા છીએ. સૂર્ય એ ગ્રહોના રાજા છે. સૂર્ય જયારે કોઈ ગ્રહને ખુબ નજીક લાવે છે ત્યારે તે ગ્રહ પોતાનું રૈવાજિક કામ છોડી અને રાજા સૂર્યના સ્પેશિઅલ મિશન પર હોય છે અને તે મુજબની કામગિરી કરતા હોય છે એ રીતે શુક્ર મહારાજે અસ્ત થવા સાથે જ ઘણા બનાવો એક સાથે આપણી સમક્ષ મૂકી દીધા. જન્મકુંડળી જોતી વખતે પણ અસ્તના ગ્રહોનું નિરીક્ષણ બારીકાઇથી કરવું જોઈએ અને અસ્તના ગ્રહને નેગેટિવ સમજી છોડી ના દેતા સૂર્ય સાથે તે શું કર્મ કરી શકે છે તે ખાસ વિચારવું જોઈએ. મારા અવલોકનમાં આવેલી સેંકડો કુંડળીમાં મેં જોયું છે કે જાતકની કુંડળીમાં જે ગ્રહ અસ્તનો થતો હોય તે જે તે વ્યક્તિના જીવનમાં મહત્વનો રોલ ભજવતો હોય છે. મારા એક ક્લાયન્ટની જન્મકુંડળીમાં સૂર્ય-બુધ-શુક્રની યુતિ બારમે થાય છે અને બુધ મહારાજ અસ્તના બને છે પરંતુ આ વ્યક્તિને અભ્યાસમાં અપ્રતિમ સફળતા અપાવ્યા પછી મેનેજમેન્ટ અને માર્કેટિંગમાં જોબમાં ખુબ સારી સફળતા પ્રાપ્ત થઇ અને ઇન્ટરનેશનલ કંપનીમાં ખુબ ઉંચુ પદ પ્રાપ્ત થયું. આજ રીતે એક બહેનને શુક્ર અસ્તના થતા હતા તેમને વિદેશ વસવાટ થયો અને ફેશન બિઝનેસમાં તેઓ પોતાનું આગવું નામ બનાવી શક્યા. હાલ ગોચરમાં અસ્તના શુક્રના લીધે દેશ વિદેશમાં અનેક બનાવો બની રહ્યા છે વળી “બાત નિકલી હૈ તો દૂર તલક જાયેગી” મુજબ આ ઘટનાક્રમ દૂરગામી ભવિષ્ય પર પોતાની મોટી છાપ છોડવાના છે અને અનેક લોકોની કારકિર્દી પણ તેમાં દાવ પર લાગી જશે તેમાં શંકાને સ્થાન નથી.

  • રોહિત જીવાણી