શેખર સુમનના દીકરાની આત્મહત્યાની ખોટી ન્યૂઝ ચલાવનાર સામે કાર્યવાહીની માંગ

સુશાંત સિંહ રાજપૂતના મોત મામલે સતત અવાજ ઉઠાવનાર શેખર સુમન ફેક ન્યૂઝનો શિકાર થઈ ગયા છે. એક ન્યૂઝ ચેનલે તેના દીકરાના આત્મહત્યાની ખોટી ખબર ચલાવી દીધી હતી. ત્યારબાદ તેચિંતીત થઈ ગયા અને એમના દીકરાના સંપર્કમાં લાગેલા છે. જો કે અધ્યયન બિલકુલ સુરક્ષિત છે અને તે દિલ્હીમાં છે. હવે શેખરે એ ન્યૂઝ ચેનલ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ કરી છે. એક વીડિયો ક્લિપ શેર કરીને શેખરે લખ્યું કે, અમે એ ખબર જોઈ છે, આ સમાચારે અમને પણ તબાહ કરી દીધા.

આ ન્યૂઝમાં દાવો કરવામાં આવ્યો કે મારા દીકરા અધ્યયન સુમને આત્મહત્યા કરી લીધી છે. આ ન્યૂઝ જોયા બાદ અમે તરત જ દીકરાનો સંપર્ક કર્યો હતો. મારો દીકરો દિલ્હીમાં હતો અને એનો નંબર પણ નહોતો લાગતો. માટે એક એક પળમાં અમે પરિવારના બધા લોકો હજારવાર મર્યા છીએ. અમે બધા ખુબ જ પ્રભાવિત થયા છે.

હું ચેનલને માંફી માગવાની ડિમાન્ડ કરુ છું. શેખરે આગળ એક પોસ્ટ કરી અને એમાં લખવામાં આવ્યું કે, હું પ્રકાશ જાવડેકર, મહારાષ્ટ્ર મુખ્યમંત્રી અને એનસીપી અનિલ દેશમુખને નિવેદન કરુ છું કે આ રીતે ગેરજિમ્મેદાર અને નિંદનીય કૃત્ય કરનાર ચેનલ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે. તેમણે એક એવી ન્યૂઝ ચલાવી કે જેણે મને, મારી પત્નીને અને મારા પરિવારને તબાહ કરી દીધો. આ ન્યૂઝ જોયા બાદ મારી પત્ની સદમામાં જતી રહી હતી. હું આ ચેનલ વિરુદ્દ લીગલ એક્શન લઈશ.