શેડુભારમાં યુવતીનું ઝેરી દવા પી જતા મોત

  • પિતાએ કોલેજે જવાની ના પાડતા પગલુ ભર્યુ

અમરેલી,
અમરેલી તાલુકાના શેડુભાર ગામે રહેતી અંકીતાબેન મહેશભાઇ ખુમાણ ઉ.વ.18ને પિતાએ કોરોનાના કારણે કોલેજે જવાની ના પાડતા પોતાને લાગી આવતા ઝેરી દવા પી જતા મોત નિપજ્યાનું પિતા મહેશભાઇ ખુમાણે અમરેલી તાલુકા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.