શેન વોટ્સન સુરેશ રૈનાને અત્યારથી મિસ કરી રહૃાો છે

  • વોટ્સને ભાવુક વિડીયો પોસ્ટ કર્યો
  • રૈના સમગ્ર આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે : ટીમ માટે રૈના હંમેશા એક મહત્વનો ખેલાડી રહૃાો છે : વોટ્સન

આઈપીએલ રમવા માટે યુએઈ પહોંચેલી ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને શનિવારે મોટો ઝટકો લાગ્યો, જ્યારે સુરેશ રૈના અંગત કારણોસર ભારત પાછો આવી ગયો. રૈના અને સમગ્ર આઈપીએલમાંથી બહાર થઈ ગયો છે. ટીમ માટે રૈના હંમેશાથી એક મહત્વપૂર્ણ ખેલાડી રહૃાો છે. તેનું ટીમમાં ન હોવું મુશ્કેલી ઊભી કરનારું બની શકે છે. સાથી ખેલાડીઓએ અત્યારથી રૈનાને મિસ કરવાનું શરૂ કરી દીધું છે અને શેન વોટ્સને એક ભાવુક વિડીયો શેર કર્યો છે. વોટસને પોતાના વીડિયોમાં રૈનાના પરિવારજનોની સેટીને લઈને વાત કરી. શેન વોટસને કહૃાું કે, તમારા ન હોવાથી સમગ્ર સીએસકે ટીમ તમને મિસ કરવાની છે. તમે ટીમની ધડકન રહૃાા છો, આ વખતે અમે તે તમામ વસ્તુઓ મિસ કરીશું જેનાથી અમે તમારા પર ગર્વ કરી શકીએ. તમે શરૂઆતથી ટીમનો ભાગ રહૃાા છો અને તેની સૌથી મોટી તાકાત છો. અમે ઉમ્મીદ કરીએ છીએ કે તમારી સફર સુરક્ષિત રહે. તમે ખુશ રહો અને સુરક્ષિત રહો. મીડિયા રિપોર્ટ્સ મુજબ,રૈનાના એક નિકટના સંબંધી હોસ્પિટલમાં ગંભીર હાલતમાં છે, જ્યારે તેના અંકલનું મોત થઈ ચૂક્યું છે. હકીકતમાં તેમના સંબંધીઓ પર પઠાણકોટના થરિયાલ ગામમાં અડધી રાત્રે હુમલો થયો હતો. કથિત રીતે હુમલો ૧૯ ઓગસ્ટની રાત્રે થયો હતો, જ્યારે પરિવાર પોતાના ઘરની છત પર ઊંઘી રહૃાો હતો. ત્યારે જ અજ્ઞાત હુમલાવરોએ હથિયારોથી હુમલો કર્યો. વોટ્સને વીડિયોમાં આગળ કહૃાું કે, ચેન્નઈની ટીમ હાલમાં ક્વોરન્ટાઈમાં છે અને તે પ્રયાસ કરી રહૃાા છે કે દરેક તે વસ્તુ કરે જેનાથી બાકી લોકોને સુરક્ષિત રાખી શકાય. આઈપીએલની સૌથી મોટી ટી-૨૦ લીગ છે અને ફેન્સ સાથે ખેલાડીઓ પણ ઈચ્છે છે કે તેનું આયોજન થાય. તમામ ખેલાડીઓ બીસીસીઆઈ અને આઈપીએસલ ગવર્નિંગ કાઉન્સિલના પ્રોટોકોલનું પાલન કરી રહૃાા છે.