શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સમાં ૬૨૯ પોઈન્ટનો જબરદસ્ત ઉછાળો

સ્થાનિક શેરબજાર વૈશ્વિક બજારોમાં સકારાત્મક વલણ વચ્ચે સપ્તાહના ચોથા કારોબારના દિવસે એટલે કે ગુરુવારે બજાર વધારા સાથે બંધ રહૃાુ હતું. બોમ્બે સ્ટોક એક્સચેંજનો લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ ૧.૬૫ ટકાના વધારા સાથે ૬૨૯.૧૨ પોઇન્ટના સ્તરે, ૩૮૬૯૭.૦૫ ના સ્તર પર બંધ રહૃાો છે. તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિટી ૧.૫૧ ટકા (૧૬૯.૪૦ પોઇન્ટ) વધીને ૧૧૪૧૬.૯૫ પર બંધ રહૃાો છે.
સ્થાનિક શેર બજારોમાં સકારાત્મક વલણ અને યુએસ ચલણમાં નબળાઇના કારણે ગુરુવારે રૂપિયો ડોલર દીઠ ૭૩.૧૩ (પ્રોવિઝનલ) ની સપાટીએ બંધ રહૃાો છે. ઇન્ટરબેંક વિદૃેશી વિનિમય બજારમાં ડોલર પ્રતિ. ૭૩.૬૦ ના સ્તરે ખૂલ્યા બાદ રૂપિયો મજબૂત થયો. રૂપિયો આખરે ૬૩ પૈસા વધીને ૭૩.૧૩ પર બંધ રહૃાો હતો.
મોટા શેરોની વાત કરીએ તો આજે ઈન્ડસઈન્ડ બેક્ધ, બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેક્ધ, બજાજ ઓટો અને આઈસીઆઈસીઆઈ બેંકના શેર લીલા નિશાન પર બંધ થયા છે. બીજી તરફ, ડોક્ટર રેડ્ડી, ઓએનજીસી, આઇટીસી, એનટીપીસી અને ટાઇટનના શેર લાલ નિશાન પર બંધ થયા છે.
સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેક્ધ, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેંક, ICICI બેંક, ટેક મહિન્દ્રા સહિતના શેર વધીને બંધ રહૃાા હતા. ઈન્ડ્સઈન્ડ બેક્ધ ૧૨.૪૧ ટકા વધીને ૫૯૨.૧૦ પર બંધ રહૃાો હતો. બજાજ ફાઈનાન્સ ૫.૦૯ ટકા વધીને ૩૪૪૪.૦૫ પર બંધ રહૃાો હતો. જોકે ITC, NTPC, રિલાયન્સ, ટાઈટન કંપની, ONGC સહિતના શેર ઘટીને બંધ રહૃાાં હતા. ITC ૦.૫૨ ટકા ઘટીને ૧૭૦.૮૫ પર બંધ રહૃાો હતો. NTPC ૦.૪૭ ટકા ઘટીને ૮૪.૮૦ પર બંધ રહૃાો હતો.