શેરબજારમાં તેજી: સેન્સેક્સ ૨૬૮ અંક વધી ૩૮,૧૪૦ ની સપાટીએ

  • ડોલર સામે રુપિયો સ્થિરઘરેલુ શેરબજાર આજે વધીને બંધ આવ્યું છે. બીએસઈ પર બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ ૨૬૮ પોઈન્ટ અથવા ૦.૭૧ ટકા ઉછળીને ૩૮,૧૪૦ નજીક જ્યારે નિટી ૫૦ આંક ૮૨ અંક અથવા ૦.૭૪ ટકા વધીને ૧૧,૨૩૭ નજીક સેટલ થયા છે. જ્યારે બેંક નિટીની વાત કરીએ તો ઇન્ડેક્સ ૨૦૧ અંક સુધરીને ૨૩,૦૮૩ નજીક સેટલ થયો છે.
    આ સિવાય બીએસઈ પર મીડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે ૦.૯૮ ટકા અને ૦.૬૧ ટકા વધીને બંધ આવ્યા છે. વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો આજે ટેક અને ટેલિકોમ સેક્ટર્સ સિવાય અન્ય લગભગ બધા સેક્ટર્સમાં તેજી જોવા મળી. મીડિયા રિપોર્ટ મુજબ આજે લગભગ ૧,૪૩૬ શેર્સમાં તેજી, ૧,૧૮૪ શેર્સમાં મંદૃી જોવા મળી. જ્યારે ૧૪૫ શેર્સ ફેરફાર વગર રહૃાા.
    ગુરુવારે ડોલર સામે રૂપિયો સ્થિર બંધ આવ્યો છે. ફોરેક્સ માર્કેટમાં ૭૪.૬૪ પર ખુલી રૂપિયો અંતિમ સેશનમાં ૭૪.૭૫ પર બંધ આવ્યો. જ્યારે આ પહેલા બુધવારે ૭૪.૭૬ પર બંધ આવ્યો હતો. ક્રૂડની વાત કરીએ તો ડોલર કમજોર થતા આજે તેલની િંકમતોમાં ઉછાળો જોવા મળ્યો. પરંતુ યુએસ ઓઇલ ઇન્વેન્ટરીમાં વધારો થતા તેજી મર્યાદિૃત રહી. આ સિવાય રોકાણકારોમાં હાલ પણ કોરોના સ્થિતિને લઈ િંચતા યથાવત છે. ભારતમાં અત્યાર સુધી કોરોના સંક્રમિત કેસ ૧૨ લાખને પાર પહોંચ્યા છે. જ્યારે મૃત્યુઆંક ૨૯ હજારને પાર નોંધાયો છે.