શેરબજારમાં લાગલગાટ ચોથા દિવસે કડાકો, સેન્સેક્સ વધુ ૪૩૫ તૂટ્યો

 

ભારતીય શેરબજારમાં વેચવાલીનું દબાણ રહેતા સતત ચોથા દિવસે નેગેટિવ ઝોનમાં બંધ થવાની સાથે સાપ્તાહિક ઘટાડો નોંધાયો છે. સપ્તાહના છેલ્લા દિવસે બેન્ચમાર્ક સેન્સેક્સ ૪૩૪ પોઇન્ટ ઘટીને ૫૧,૦૦૦નું સપોર્ટ ગુમાવી ૫૦,૮૮૯ના સ્તરે બંધ થયો છે. તેવી જ રીતે નિટી ઇન્ડેક્સ પણ ૧૩૭ પોઇન્ટના ધોવાણમાં ૧૫,૦૦૦ના લેવલની નીચે ૧૪૯૮૧ના સ્તરે બંધ થયા છે. આજે શેરબજારના બંને બેન્ચમાર્ક ઇન્ડેક્સ બે સપ્તાહની સૌથી નીચી સપાટીએ બંધ થાય છે. ૫ ફેબ્રુઆરી બાદ પ્રથમવાર સેન્સેક્સ ૫૧,૦૦૦ અને નિટી ૧૫,૦૦૦ની મહત્વપૂર્ણ લેવલની નીચે બંધ થયા છે.

આજે શેરબજાર શરૂઆતના કલાકોમાં તો ટકેલુ હતુ પરંતુ બપોર બાદ વેચવાલી ઘટતા ઇન્ટ્રા-ડેમાં ૮૦૦ પોઇન્ટના કડાકામાં ૫૦,૬૨૪ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. તેવી જ રીતે આજે સેશન દરમિયાન નિટીએ ૧૪,૮૯૮ની નીચી સપાટી બનાવી હતી. આ સાથે ચાર દિવસની મંદીથી સેન્સેક્સમાં ૧૨૬૫ પોઇન્ટનુ ધોવાણ થયુ છે.

શેરબજારમાં મંદીની અસરથી પીએસયુ બેક્ધ નિટીની આગેકૂચ પણ અવરોધાઇ અને ત્રણ દિવસની તેજી બાદ આ ઇન્ડેક્સ પણ આજે નફાવસૂલીનો શિકાર બન્યો હતો. આજે પીએસયુ બેક્ધ નિટી ઇન્ડેક્સ ૧૨૩ પોઇન્ટ ઘટીને ૨૪૬૫ના સ્તરે બંધ થયો હતો. આ ઇન્ડેક્સના ૧૨માંથી ૧૧ શેર ડાઉન હતા. જેમાં સેન્ટ્રલ બેક્ધ અને બેક્ધ ઓફ ઇન્ડિયા ૧૦ ટકા, મહારાષ્ટ્ર બેક્ધ ૭.૬ ટકા, આઇઓબી ૬.૬ ટકા અને યુકો બેક્ધના શેર ૫.૯ ટકાના ઘટાડે ટોપ-૫ લૂઝર બન્યા હતા.

આજે બેન્ચમાર્ક સેન્સેક્સના ૩૦માંથી ૨૨ બેન્ચમાર્ક શેર ઘટાડે બંધ થયા હતા. જેમાં બજાજ ઓટો ૨.૭ ટકા, આઇસીઆઇસીઆઇ બેક્ધ ૩.૨ ટકા, એક્સિ બેક્ધ ૩.૬ ટકા, એસબીઆઇ ૩.૮ ટકા અને ઓએનજીસી ૫.૧ ટકાની મંદીમાં ટોપ-૫ લૂઝર બન્યા હતા. આજે આઇસીઆઇસીઆઇ બેક્ધના ઘટાડાથી સેન્સેક્સને સૌથી વધુ ૧૦૩ પોઇન્ટનો ફટકો પડ્યો હતો. ત્યારબાદ એક્સિસ બેક્ધ, એસબીઆઇ, એચડીએફસી બેક્ધનો શેર ઘટતા સેન્સેક્સનેં મોટુ નુકસાન થયુ હતુ. તો બીજી બાજુ ઇન્ડ્કસઇન્ડ બેક્ધ ૨ ટકા, હિન્દૃુસ્તાન યુનિલિવર અને ડો. રેડ્ડીઝ ૧.૫ ટકા, એનટીપીસી અને રિલાયન્સનો શેર પોણા ટકા જેટલા સુધર્યા હતા. તો બેન્ચમાર્ક નિટી ઇન્ડેક્સના ૫૦માંથી ૩૮ બેન્ચમાર્ક શેર તૂટ્યા હતા.

સાર્વત્રિક વેચવાલીના માહોલમાં આજે શુક્રવારે શેરબજારના તમામ ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં બંધ થયા હતા. બીએસઇ ખાતે મિડકેપ ઇન્ડેક્સ પોણા બે ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ પોણા ટકા ડાઉન હતા. સેક્ટોરિયલ ઇન્ડાઇસિસના તમામ ઇન્ડેક્સ તૂટ્યા હતા. જેમાં ઓટો ઇન્ડેક્સ સૌથી વધુ ૨.૬ ટકા ઘટ્યો હતો. તેવી જ રીતે મેટલ ઇન્ડેક્સ ૨.૧ ટકા, ફાઇનાન્સ અને હેલ્થકેર ઇન્ડેક્સ દોઢ ટકા, ઓઇલ-ગેસ ઇન્ડેક્સ ૧.૧ ટકા, કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૧.૪ ટકા નરમ હતા. બીએસઇ ખાતે લિસ્ટેડ ૧૧૮૨ શેર વધ્યા હતા જ્યારે સામે ૧૭૭૯ શેર ડાઉન હતા.