શેરબજારમાં સતત પાંચમા દિવસે તેજી, સેન્સેક્સ-નિટી ઓલ-ટાઇમ હાઇ પર

વૈશ્વિક બજારોના સકારાત્મક વલણ અને વિદેશી વિનિમય પ્રવાહના સતત પ્રવાહને કારણે શેરબજાર સપ્તાહના ચોથા કારોબારના દિવસ ગુરુવારે તેજી સાથે બંધ રહૃાું. આ સતત પાંચમી સિઝન છે જ્યારે સ્થાનિક બજારમાં ઉછાળો આવ્યો અને સેન્સેક્સ-નિટી ઓલ-ટાઇમ ઉંચાઇએ પહોંચ્યા છે. બોમ્બે સ્ટોક એક્સચેંજનો લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ ૦.૪૮ ટકા વધીને ૨૨૩.૮૮ પોઇન્ટના સ્તરે ૪૬૮૯૦.૩૪ ના સ્તર પર બંધ રહૃાો છે. તો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિટી ૦.૪૨ ટકા (૫૮ પોઇન્ટ) વધીને ૧૩૭૪૦.૭૦ ની સપાટીએ બંધ રહૃાો હતો.
દિગ્ગજ શેરોની વાત કરીએ તો આજે એચડીએફસી, ડિવીઝ લેબ, એચડીએફસી બેંક, બજાજ ફાઇનાન્સ અને ઈન્ડસઇન્ડ બેંકના શેર લીલા નિશાન પર બંધ થયા છે. હિંદાલ્કો, કોલ ઈન્ડિયા, મારુતિ, અદાણી પોર્ટ અને ટાટા સ્ટીલ લાલ નિશાન પર બંધ થયા છે.
જો આપણે સેક્ટોરલ ઇન્ડેક્સ પર નજર કરીએ તો આજે ફાઇનાન્સ સર્વિસીસ, ફાર્મા, રિયલ્ટી, ખાનગી બેંકો અને બેંકો લીલા નિશાન પર બંધ છે. પીએસયુ બેંકો, મીડિયા, ઓટો, મેટલ, આઇટી અને એફએમસીજી લાલ નિશાન પર બંધ થયા છે.
આજે એશિયાઈ બજારોમાં હોંગકોંગનો હોંગસેંગ ઈન્ડેક્સ ૬૧ અંકના વધારા સાથે ૨૬૫૨૧ પર કારોબાર કરી રહૃાો છે. જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ ૪૯ અંક વધી ૨૬૮૦૬ પર કારોબાર કરી રહૃાો છે. આ સિવાય ચીનનો શંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ ૨૧ અંકની તેજીની સાથે ૩૩૮૮ પર કારોબાર કરી રહૃાો છે.
બુધવારે અમેરિકાનાં બજારો લેટ બંધ રહૃાા હતાં. S&P ૫૦૦ ઈન્ડેક્સ ૬ અંક વધી ૩૭૦૧ પર બંધ થયો હતો. આ સિવાય નેસ્ડેક ઈન્ડેક્સ પણ ૬૩ અંકના વધારા સાથે ૧૨૬૫૮ પર બંધ થયો હતો. જ્યારે ડાઉ જોન્સ ઈન્ડેક્સ ૦.૧૫ ટકાના ઘટાડા સાથે ૪૪ અંક ઘટી ૩૦૧૫૪ પર બંધ થયો હતો.