શેરીએ શેરીએ કોરોનાનો કોપ વધુ બે ના મોત, 26 નવા કેસ

  • ભાદરવાના શ્રાધ્ધપક્ષમાં કોરોના વધુ વિકરાળ બની રહયો છે : હવે સ્થિતી વધુ વણસવાના એંધાણ
  • અમરેલીનાં ગજેરાપરાનાં મહિલા દર્દી અને સીમરણનાં દર્દીનાં સારવારમાં મોત :અમરેલી અને સાવરકુંડલા હોટસ્પોટ : સાવરકુંડલામાં 9 કેસ અને અમરેલીમાં 8 કેસ : આરોગ્ય પછી સરકારી તંત્ર અને હવે કોરોના રાજકીય, વ્યાપારી આગેવાનોના આંગણે પહોંચ્યો

અમરેલી,(ડેસ્ક રિપોર્ટર)
ભાદરવાના શ્રાધ્ધપક્ષમાં કોરોના વધુ વિકરાળ બની રહયો છે અને એક સપ્તાહમાં હવે સ્થિતી વધુ વણસવાના એંધાણ દેખાઇ રહયા છે અમરેલી જિલ્લામાં હવે શેરીએ શેરીએ કોરોનાનો કોપ ફેલાઇ રહયો છે આજે શુક્રવારે અમરેલીમાં વધુ બે ના મોત નીપજ્યા હતા અમરેલીના ગજેરાપરા વિસ્તારના 55 વર્ષના મહિલા અને સાવરકુંડલાના સીમરણ ગામના એક દર્દીએ દમ તોડી દીધો હતો તો જિલ્લામાં કોરોનાનાં 26 નવા કેસ નોંધાયા છે. અમરેલી અને સાવરકુંડલા કોરોનાનાં નવા હોટસ્પોટ બની રહયા છે આજે શુક્રવારે ફરી સાવરકુંડલા 9 કેસ સાથે પહેલા નંબરે અને અમરેલી 8 કેસ સાથે બીજા નંબરે આવ્યુ છે આરોગ્ય પછી સરકારી તંત્ર અને હવે કોરોના રાજકીય, વ્યાપારી આગેવાનોના આંગણે પહોંચ્યો છે.અમરેલીમાં પ્રતાપપરા, માણેકપરા, ડોકટર હાઉસ પાસે, અમૃતનગર, ગુરૂકૃપાનગર, ગંગા વિહાર, હનુમાનપરા, અને શહેરમાં તથા સાવરકુંડલામાં જેસર રોડ, મણીનગર, માધવાણી વાડી, શ્રીજીનગર, ખોડીયાર ચોક અને શહેરમાં 4 મળી કુલ 9 કેસ નોંધાયા છે આ ઉપરાંત ધારીના ડાભાળી, લીલીયાના સલડી, ધારીના બોરડી, બગસરાના મેઘાણીનગર, જાફરાબાદ, રાજુલા, લાઠી, બગસરા અને કુંકાવાવની હવેલી શેરીમાં કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે અમરેલી જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા 1563 થઇ છે અને 242 દર્દીઓ સારવારમાં છે તથા 13 શંકાસ્પદ કેસ નવા આવ્યા છે.