શેલ ખંભાળીયામાં યુવાનનું ઝેરી અસરથી મોત

  • અમરેલી ખાનગી દવાખાને ખસેડાતા સારવાર દરમિયાન મોત થયું

અમરેલી,
ચલાલાના શેલ ખંભાળીયા ગામની સીમમાં ચણાના પાકમાં જશુભાઇ કાળુંભાઇ વાળા ઉ.વ.24 ઝેરી દવાનો છંટકાર કરતા હતા. ત્યારે પવનનાં કારણે મોઢામાં ઝેરી દવા ઉડતા ઝેરી અસર થતાં. સારવાર માટે અમરેલી ગુણાંતીત હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા સારવાર દરમ્યાન મોત નિપજ્યાનું નાના ભાઇ જયદિપભાઇ વાળાએ ચલાલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.