શોપિયાંમાં એન્કાઉન્ટર: સેનાએ ત્રણ આતંકીને ઠાર કર્યા

જમ્મુ-કાશ્મીર સ્થિત શોપિયાંમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એક્ધાઉન્ટર ચાલી રહૃાું છે. મળતી માહિતી મુજબ શોપિયાંના સુજાન જૈનાપોરા વિસ્તારમાં આ એક્ધાઉન્ટરમાં ત્રણ આતંકવાદી ઠાર મરાયા છે. જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું કે શોપિયાંના સુજાન વિસ્તારમાં સુરક્ષા દળોની સાથે એક્ધાઉન્ટરમાં બે આતંકવાદી ઠાર મરાયા. ઓપરેશન હજુ ચાલી રહૃાું છે.

મળતી માહિતી મુજબ કાલ સાંજથી જ આ ઓપરેશન ચાલી રહૃાું હતું. માર્યા ગયેલા ત્રણ આતંકવાદીઓમાં એક ટૉપ કમાન્ડર છે. સુરક્ષા દળોને અત્યાર સુધીમાં બે લાશો મળી આવી છે. એક પોલીસ પ્રવક્તાએ કહૃાું કે સુરક્ષા દળોએ શોપિયાં જિલ્લાના જૈનપોરા વિસ્તારમાં સુગન ગામમાં આતંકવાદીઓ હાજરીની સૂચના મળ્યા બાદ સર્ચ ઓપરેશન અભિયાન ચલાવ્યું.

કહેવામાં આવી રહૃાું છે કે આ દરમિયાન આતંકવાદીઓએ ફાયિંરગ કર્યું અને સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીના ભાગ રૂપે ત્યારબાદ એક્ધાઉન્ટ શરૂ થયું.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા થોડા દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં એક્ધાઉન્ટ ફરી વધ્યા છે અને આતંકવાદીઓને ખાતમો ચાલુ છે. આ પહેલા જ પુલવામા જિલ્લામાં સુરક્ષાદળોએ આતંકવાદીઓને ઘેરીને ઠેકાણે પાડ્યા હતા.

આ ઉપરાંત પુલવામાં જ થોડા દિવસ પહેલા આતંકવાદી હુમલો થયો હતો, જેમાં ઝ્રઇઁહ્લના બે જવાન શહીદ થયા હતા. શિયાળામાં અનેકવાર આતંકવાદીઓ તરફથી ઘૂસણખોરી અને આ પ્રકારના હુમલાઓની ઘટના વધે છે, એવામાં સુરક્ષા દળો સંપૂર્ણપણે સતર્ક છે.

થોડા દિવસો પહેલા આવેલા એક રિપોર્ટ મુજબ, આતંકવાદીઓ પાસે હવે હથિયારોની ઘટ છે જેનું કારણ સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલી કડક કાર્યવાહી છે. એવામાં આતંકી સતત સુરક્ષા દળોના કાફલાને નિશાન બનાવીને હથિયાર લૂંટવાના પ્રયાસ કરે છે પરંતુ નિષ્ફળ રહે છે.