વિસાવદર,
શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ શ્યામ મહિલા મંડળ વિસાવદર દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલું હતું. આ સમારોહમાં અમરેલી મહિલા મંડળને આમંત્રણ મળેલ હતું જેમાં શ્રીમતી ઊર્વીર્બેન ભરતભાઈ ટાંકના પરોક્ષ આગેવાની હેઠળ અમરેલી મહિલા મંડળની બહેનો મહિલા મંડળના ઉપપ્રમુખ શ્રીમતી ત્રિવેણીબેન જેઠવા , મંત્રી શ્રી વૈશાલીબેન ચૌહાણ ,ખજાનચી દક્ષાબેન આજુગિયા ,સહમંત્રી શ્રી સોનલબેન પોરીયા તેમજ શ્રી બિનલબેન ટાંક અને શ્રી શોભનાબેન પોરીયા વિસાવદર મહિલા મંડળની બહેનોને પ્રોત્સાહિત કરવા માટે આમંત્રણ ને માન આપી ગયેલા. ત્યાં બહેનોએ અમરેલી મહિલા મંડળનું ખૂબ સન્માન અને આદર કરી બિરદાવ્યા હતા. ખૂબ સરાહની અને વંદનીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો . તેજસ્વી તારલાઓને સન્માન કરી તેમની કારકિર્દીને બિરદાવી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વિસાવદરના આંગણે કડિયા સમાજમાં મહિલા મંડળનું આ પહેલું સોપાન હોવાથી અમરેલી મહિલા મંડળ ના પ્રમુખ શ્રીમતી ઊર્વીર્બેનએ મહિલા મંડળના બહેનો દ્વારા વિસાવદર મહિલા મંડળના પ્રમુખ શ્રી ચેતનાબેન વાઘેલા મંત્રી શ્રી કંચનબેન કાચા તથા કારોબારી સભ્યોને સાલ ઓઢાડી તેમનું બહુમાન અને સન્માન કરી બિરદાવ્યા હતા. આ કાર્યક્રમમાં બાળકોએ ખુબ સરસ મજાની કૃતિઓ પણ રજૂ કરી હતી અને દીકરીએ ખુબ સરસ મજાનું વક્તવ્ય પણ આપ્યું હતું સમાજની એકતા જળવાઈ રહે આપણા સંતાનો શિક્ષણ સાથે સંસ્કાર મેળવી પ્રગતિ ના ઉચ્ચ શિખરો સર કરે એવું અમરેલી મહિલા મંડળના ઉપપ્રમુખ શ્રીમતી ત્રિવેણી જેઠવા એ તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું આ કાર્યક્રમમાં સંગઠન અને એકતા અમરેલી મહિલા મંડળે હાજરી આપી અને પુરવાર કર્યું હતું. શ્યામ મહિલા મંડળ વિસાવદરની બહેનોએ ખૂબ સરસ મજાનો આ કાર્યક્રમ કરી તેમની આગવી ઓળખ ઊભી કરી તેમને અમરેલી મહિલા મંડળના પ્રમુખ શ્રીમતી ઊર્વીબેન ટાંક બિરદાવે છે.