શ્રદ્ધા કપૂરનો ભાઈ પ્રિયાંક ૪ ફેબ્રુઆરીએ શાઝા મોરાની સાથે કોર્ટ વેડિંગ કરશે

વરુણ ધવન તથા નતાશા દલાલના લગ્ન બાદ બોલિવૂડ એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરેનો દીકરો તથા શ્રદ્ધા કપૂરનો કઝિન ભાઈ પ્રિયાંક શર્મા હવે લગ્ન કરવાનો છે. પ્રિયાંક પ્રોડ્યૂસર કરીમ મોરાનીની દીકરી શાઝા સાથે લગ્ન કરશે. એક મહિનાની અંદર પ્રિયાંક તથા શાઝા ત્રણવાર લગ્ન કરી શકે છે. પ્રિયાંક શર્મા તથા શાઝા મોરાનીના પહેલાં લગ્ન ૪ ફેબ્રુઆરીના રોજ મુંબઈ થશે. બંને કોર્ટ વેડિંગ કરશે. બીજા દિવસે એટલે કે પાંચ ફેબ્રુઆરીના રોજ બંને પાવના લેક પાસે હિંદુ રીત રિવાજ સાથે લગ્ન કરશે.

માર્ચના ફર્સ્ટ વીકમાં તેઓ માલદીવ્સમાં ક્રિશ્ર્ચિયન વેડિંગ કરશે. કરીમ મોરાનીએ દીકરીના લગ્નની પુષ્ટિ કરતાં કહૃાું હતું, આ સમાચાર સાચા છે. કોવિડનો માહોલ છે એટલે અમે લોકો મહેમાનોને બોલાવીને પાર્ટી કરી શકીશું નહીં. પહેલાં રજિસ્ટર્ડ મેરેજ કરશે, જે રીતે હિંદુ તથા મુસ્લિમ યુવતીઓના કેસમાં થાય છે. તે ઘરમાં જ થશે. માલદીવ્સવાળી વાત હજી નક્કી નથી. કોવિડ ૧૯ને કારણે માત્ર ઘરના લોકોને જ બોલાવવામાં આવ્યા છે.

પાવના લેક પર પાંચ ફેબ્રુઆરીના રોજ હિંદુ રીત રિવાજ સાથે લગ્ન થશે, પરંતુ આ અંગે હજી ચર્ચા ચાલે છે. પ્રિયાંક શર્માના માસા શક્તિ કપૂરે પણ લગ્નના સમાચારની પુષ્ટિ કરી છે. શક્તિ કપૂરે કહૃાું હતું કે પ્રિયાંક તથા શાઝા લગ્ન કરી રહૃાાં છે. શક્તિ કપૂરે કહૃાું હતું, લગ્નની તૈયારીઓ વિશે તો મને બહુ ખ્યાલ નથી. હું હાલમાં લખનઉમાં શૂટિંગ કરી રહૃાો છું.’ શક્તિ કપૂરે પોતાની દીકરી શ્રદ્ધાના લગ્નની વાતને માત્ર અફવા ગણાવી હતી.