શ્રદ્ધા કપૂર હવે ઈચ્છાધારી નાગિન બનશે. ફિલ્મ ત્રણ ભાગમાં રિલીઝ થશે

બોલિવૂડમાં ઈચ્છાધારી નાગિનનો કોન્સેપ્ટ ઘણો જ જૂનો અને લોકપ્રિય રહૃાો છે. ૮૦ના દાયકામાં શ્રીદેવી તથા રીના રોયે નાગિન બનીને ચાહકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું. હવે વર્ષો બાદ શ્રદ્ધા કપૂર નાગિન બનવાની છે. તેણે નવી ફિલ્મ સાઈન કરી લીધી છે. શ્રદ્ધા કપૂરની નવી ફિલ્મનું નામ ’નાગિન’ રાખવામાં આવ્યું છે. આ ફિલ્મને વિશાલ ફુરિયા ડિરેક્ટ કરશે અને નિખિલ દ્વિવેદી પ્રોડ્યૂસર છે. ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે ટ્વીટ કરીને કહૃાું હતું, ’હવે આ નક્કી થઈ ચૂક્યું છે કે શ્રદ્ધા કપૂર ઈચ્છાધારી નાગિન બનશે. ફિલ્મનું નામ ’નાગિન’ છે. આ ફિલ્મ ત્રણ ભાગમાં બનશે. ફિલ્મને વિશાલ ફુરિયા ડિરેક્ટ કરશે અને પ્રોડ્યૂસર નિખિલ દ્વિવેદી છે.

આ પહેલા રીના રોય તથા શ્રીદેવીએ ઈચ્છાધારી નાગિનનો રોલ પ્લે કર્યો હતો. શ્રદ્ધા કપૂર આ પહેલા ફિલ્મ ’સ્ત્રી’માં ભૂતના રોલમાં જોવા મળી હતી. શ્રદ્ધાએ કહૃાું હતું કે તે હંમેશાંથી શ્રીદેવીની મોટી ચાહક રહી છે. તેને આનંદ છે કે તે જે ફિલ્મ જોઈને મોટી થઈ હતી, તે જ રોલ કરવાની છે. તેને શ્રીદેવીની ’નાગિન’ ઘણી જ પસંદ આવી હતી અને તે હંમેશાંથી આવો રોલ પ્લે કરવા માગતી હતી. ઉલ્લેખનીય છે કે એકતા કપૂર પણ નાગિન કોન્સેપ્ટ પર ફિલ્મ બનાવવાનું વિચારતી હતી અને તે ફિલ્મમાં કેટરીના કૈફને લેવા માગતી હતી. જોકે, કેટલાંક કારણોસર આ ફિલ્મની કોઈ શરૂઆત થઈ નહીં. શ્રદ્ધા કપૂર આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ’બાગી ૩’માં ટાઈગર શ્રોફ સાથે જોવા મળી હતી.

નાગિન’ના મેકર્સ ફિલ્મના ત્રણેય ભાગમાં સ્પેશિયલ ઈફેક્ટ્સ તથા વીએફએક્સથી ફિલ્મને ગ્રાન્ડ લેવલ પર લઈ જશે. ઉલ્લેખનીય છે કે વિશાલ ફુરિયાએ ૨૦૧૭માં મરાઠી હોરર ફિલ્મ ’લપાછપી’ ડિરેક્ટ કરી હતી. આ ફિલ્મની હિંદી રીમેક ’છોરી’ બની રહી છે. નોંધનીય છે કે એકતા કપૂરે ટીવી પર ’નાગિન’ નામનો શો કર્યો છે. હાલમાં ’નાગિન’ની પાંચમી સિઝન ચાલી રહી છે. આ શો દર્શકોમાં ઘણો જ લોકપ્રિય છે અને TR ચાર્ટમાં તે ટોચ પર હોય છે.