શ્રદ્ધા મર્ડર કેસમાં DNA રિપોર્ટ સામે આવ્યો, જંગલમાંથી મળેલા હાડકા શ્રદ્ધાના જ હતાં

શ્રદ્ધા હત્યા કેસની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસને મોટી સફળતા મળી છે. હકીકતમાં, પોલીસને મહરૌલીના જંગલોમાંથી હાડકાના રૂપમાં મળેલા મૃતદૃેહના ટુકડા શ્રદ્ધાના પિતાના ડીએનએ સાથે મેચ થયા છે. CFSL રિપોર્ટમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. હકીકતમાં દિલ્હી પોલીસે આફતાબની ધરપકડ કરીને તેની પૂછપરછ કરી હતી. તેના પછી મહરૌલી જંગલ અને ગુરુગ્રામાં તેને બતાવેલી જગ્યા પરથી પોલીસને લાશના ટુકડા હાડકાંના સ્વરૂપમાં મળ્યા હતા. પોલીસને માનવ જડબાનું હાડકું પણ મળી આવ્યું હતું. પોલીસે આ તમામની તપાસ માટે CFSL લેબ મોકલ્યા હતા. એટલું જ નહીં ડીએનએ ટેસ્ટ માટે પિતાના સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિલ્હી પોલીસને આફતાબના પોલીગ્રાફ ટેસ્ટનો રિપોર્ટ પણ મળી ગયો છે. શ્રદ્ધા હત્યા કેસનો ભેદ ઉકેલવા પોલીસ તપાસમાં આફતાબના પોલીગ્રાફ અને નાર્કો ટેસ્ટનો રિપોર્ટ મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ઉલ્લેખનીય છે કે શ્રદ્ધાના પિતાએ કહૃાું હતું કે ૨૦૧૯માં દીકરીએ તેમને કહૃાું હતું કે તેને આફતાબ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેવું છે, જેના માટે તેમણે ના પાડી દીધી હતી કારણ કે તે હિંદૃુ છે અને છોકરો મુસ્લિમ છે. શ્રદ્ધાના પિતાએ પોલીસને જણાવ્યું કે અમારી ના હોવા છતાં શ્રદ્ધાએ કહૃાું કે “મારી ઉંમર ૨૫ વર્ષની છે અને મને મારા નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર છે”. પોલીસ પૂછપરછ દરમિયાન આફતાબે જણાવ્યું હતું કે તેણે જ શ્રદ્ધાની હત્યા કરી હતી. આફતાબ શ્રદ્ધાનો પ્રેમી હતો. બંને મુંબઈના રહેવાસી હતા અને થોડા દિવસ પહેલા જ દિલ્હી શિટ થયા હતા. દિલ્હીમાં બંને મહેરૌલીમાં લેટ લઈને લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા હતા. આફતાબે જણાવ્યું હતું કે ૧૮ મેના રોજ તેનો શ્રદ્ધા સાથે ઝઘડો થયો હતો. આ પછી તેણે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી નાખી. ત્યારબાદ આફતાબે શ્રદ્ધાના શરીરના ૩૫ ટુકડા કરી નાખ્યા. આફતાબે આ ટુકડાઓ ફ્રિજમાં રાખ્યા હતા. તે દરરોજ રાત્રે શ્રદ્ધાના મૃતદૃેહનો ટુકડો મહરૌલીના જંગલમાં ફેંકવા જતો હતો. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે શ્રદ્ધાએ આફતાબ સાથે બ્રેકઅપ કરવાનો નિર્ણય લીધો હતો. તે આફતાબના અત્યાચારથી પરેશાન હતી. આવી સ્થિતિમાં તેણે અલગ થવાનો નિર્ણય કર્યો. પરંતુ આફતાબને આ ગમ્યું નહીં અને તેણે શ્રદ્ધાની હત્યા કરી દીધી. જોકે, આફતાબે પોલીસ પૂછપરછમાં શરૂઆતમાં કહૃાું હતું કે શ્રદ્ધા તેના પર લગ્ન કરવા માટે દબાણ કરતી હતી. આ બાબતે ૧૮ મેના રોજ બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી તેણે શ્રદ્ધાની હત્યા કરી હતી.