શ્રીમતી ઉર્વિબેન અને ભરતભાઇ ટાંકનું ભાજપને સમર્થન

  • જેનું ઉમેદવારી પત્ર ઉપડતા જ ખળભળાટ મચી ગયો હતો તેવા ભાજપ સમર્થક
  • સર્વ સમાજનાં હીત માટે નિર્ણય લઇ ચુંટણીમાં અપક્ષ તરીકે ઉમેદવારી ફોર્મ ભરવાનું ટાળ્યું : શ્રીમતી ઉર્વિબેન અને શ્રી ભરતભાઇ ટાંક દ્વારા સૌ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત : શ્રી નરેન્દ્ર મોદી, શ્રી વિજય રૂપાણી અને ભાજપને મજબુત બનાવવા અપીલ

અમરેલી,
શ્રીમતી ઉર્વીબેન ભરતભાઇ ટાંક દ્વારા ધારી બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાના હતા તે મુલત્વી રાખી ભાજપ અને શ્રી વિજયભાઈ રૂપાણી સરકાર દ્વારા થઇ રહેલા વિકાસ કાર્યોને વેગ આપવા અને સર્વસમાજ ના હિત માટે ભાજપને સમર્થન જાહેર કરેલ છે શ્રીમતી ઉર્વીબેન ભરતભાઇ ટાંક દ્વારા તમામ જ્ઞાતિ ના આગેવાન શ્રી , તમામ જ્ઞાતિ ના પ્રમુખ શ્રી , તમામ યુવાનો , માતા , બહેનો , જેમને મને સાથ અને સહકાર આપ્યો અને મારા માં જે અમે સમાજ સેવા કરીયે છીએ એહ વિશ્વાસ મુક્યો એ તમામ ની દિલ ની લાગણી સાથે ખૂબ ખૂબ આભાર માનું છું અને બાંહેધરી આપું છું હર હંમેશા સર્વ સમાજ ની સેવા માટે તમારા સાથે જ હશું. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી તથા શ્રી અમિતભાઇ શાહ અને ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથે ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રમુખશ્રી સી.આર. પાટીલ ના નેતૃત્વ મા ભારત અને ગુજરાત મા જે અવરીત વિકાસ કરી જે ઉંચાઈ પર પહોંચ્યું છે જે વિકાસ અવરીત પણે આગળ વધે તે ધ્યાને લઇ તથા દરેક સમાજ ના વિકાસ ની ગાથા મા જોડાવા માટે તક મળશે એવી બાંહેધરી સાથે અપક્ષ ઉમેદવાર શ્રીમતી ઉર્વીબેન ટાંક દ્વારા ભાજપ ને સમર્થન જાહેર કરેલ છે. અમરેલી ના તબીબ ડો. શ્રી ભરતભાઇ કાનાબાર, અમરેલી જિલ્લા ના પ્રભારી મંત્રી શ્રી હકુભા જાડેજા તથા ગુજરાત પ્રદેશ ભાજપ ના ધારી વિધાનસભા સીટ ના ઇન્ચાર્જ શ્રી ધનસુખભાઈ ભંડેરી સાથે વિસ્તૃત ચર્ચા કરી હતી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા ગુજરાત પ્રદેશ ભાજપ ના પ્રમુખ શ્રી સી.આર.પાટિલ સાથે ટેલિફોનિક ચર્ચા કરતા ભાજપ ને સમર્થન આપવા બદલ શ્રીમતી ઉર્વીબેન ભરતભાઇ ટાંક ને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી શ્રીમતી ઉર્વીબેને તમામ નાગરીકોને મોટી સંખ્યામાં ભાજપ તરફી મતદાન કરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે અમરેલી જિલ્લા ભાજપ ના મહામંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયા જિલ્લા ભાજપ ના મંત્રી શ્રી ભરતભાઇ વેકરિયા.પુર્વ ધારાસભ્ય ધારી માર્કેટિંગ યાર્ડ ના ચેરમેન શ્રી.મનસુખભાઇ ભુવા જિલ્લા ભાજપ ના શ્રી હિતેશભાઈ જોષી.અમરેલી જિલ્લા ભાજપ ના આગેવાન શ્રી જયેશભાઇ ટાંક.મહુવા સામાજિક આગેવાન શ્રી લાલજીભાઈ મકવાણા, વિજય ચોટલીયા ઉપસ્થિત રહયા હતા તેમ લોકચાહક અને સમાજસેવક અને પર્યાવરણ પ્રેમી શ્રીમતી ઉર્વીબેન ભરતભાઇ ટાંકે જણાવ્યું છે.