શ્રીમતી ઉર્વી ભરત ટાંકની અનોખી પ્રકૃતિ વંદના : પાંચ હજાર વૃક્ષો ઉછેરશે

  • માત્ર વૃક્ષો વાવવાનું નહી પણ તેની માવજત કરી ઉછેરવાનો યજ્ઞ
  • વડ, લીમડો, પીપળો, ઉમરો, સરસાયડો જેવા પક્ષીઓને આશ્રય મળે, મધમાખી ઉછેર થાય તેવા દેશી કુળના વૃક્ષો વાવવા લોકોને આહવાન કરતા શ્રીમતી ઉર્વી ભરત ટાંક

અમરેલી,
જાણીતા ઉદ્યોગપતી અને સમાજ સેવક દંપતિ શ્રીમતી ઉર્વીબેન અને ભરતભાઇ ટાંક દ્વારા અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે.
તેમણે માત્ર વૃક્ષો વાવવાનું નહી પણ તેની માવજત કરી ઉછેરવાનો યજ્ઞ શરૂ કર્યો છે શ્રીમતી ઉર્વીબેન અને ભરતભાઇ ટાંકની અનોખી પ્રકૃતિ વંદના એ છે કે તે પાંચ હજાર વૃક્ષો વાવી તેની માવજત કરી અને તેને જાતે ઉછેરશે શ્રીમતી ઉર્વીબેન ટાંકે લોકોને આ યજ્ઞમાં જોડાઇ અને પ્રકૃતિની નજીક જવા લોકોનો અનુરોધ કર્યો છે અને વડ, લીમડો, પીપળો, ઉમરો, સરસાયડો જેવા પક્ષીઓને આશ્રય મળે, મધમાખી ઉછેર થાય તેવા દેશી કુળના વૃક્ષો વાવવા પણ લોકોને આહવાન કર્યુ છે.