શ્રીવલ્લીની પુષ્પા-૨નું શરૂ થઈ રહૃાું છે શૂિંટગ

અલ્લુ અર્જૂનની ફિલ્મ પુષ્પા: ધ રાઈઝ પાર્ટ ૧ જોયા બાદ ચાહકો ક્રેઝી થઈ ગયા હતા. કોઈ અલ્લુ અર્જૂનના સ્વેગથી ઇમ્પ્રેસ હતો, તો કોઈ રશ્મિકા મંદૃાનાની સાથે તેની લવ સ્ટોરીથી અને કોઈ તેના ધાંસૂ એક્શન અવતારથી. પુષ્પા જોયા બાદ થિયેટરમાંથી બહાર નીકળતા તમામ લોકોના મોઢે એક જ સવાલ હતો કે પુષ્પા ૨ ક્યારે આવશે? જોકે, આ સવાલનો પાક્કો જવાબ તો હજુ પણ કોઈ પાસે નથી. પરંતુ જે જવાબની રાહ દૃેશના લાખો ફિલ્મ ચાહકો જોઈ રહૃાા છે, તે દિશામાં પ્રથમ પગલું આજે લેવામાં આવ્યું છે. એટલે કે અલ્લુ અર્જૂન અને રશ્મિકા મંદૃાના સ્ટારર પુષ્પા: ધ રૂલનું શૂિંટગ સોમવારથી શરૂ થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર ફિલ્મની પુજા સેરેમનીની તસવીર અને વીડિયો વાયરલ થવા લાગ્યો છે. ફિલ્મમાં ફિમેલ લીડ નિભાવનાર રશ્મિકા મંદૃાનાએ પણ સોશિયલ મીડિયા પર પુજા સેરેમનીની એક તસવીર શેર કરી જેને જોયા બાદ ચાહકો ખુબ જ એક્સાઈટેડ છે. અલ્લૂ અર્જૂન અને રશ્મિકા મંદૃાનાની સાથે ફહાદ ફાજિલ પણ ફરી એકવાર ફિલ્મમાં નેગેટિવ રોલમાં પરત ફરશે. રશ્મિકાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પુજાની તસવીર શેર કરી જેમાં દૃેવતાઓની તસવીર સામે ફિલ્મનું ક્લેપ-બોર્ડ જોવા મળી રહૃાું છે. તેના પર સોમવાર ૨૨ ઓગસ્ટની તારીખ નાખવામાં આવી છે. તસવીરની સાથે રશ્મિકાએ કેપ્શનમાં લખ્યું- લેટ્સ ગો. અલ્લૂ અર્જૂને તેના ઇન્સ્ટાગ્રામ પર ૮ કલાક પહેલા એક સ્ટોરી શેર કરી હતી જેમાં તે ન્યૂ યોર્કના ટાઈમ્સ સ્ક્વાયર પર ઉભેલો જોવા મળે છે. પાછળના બિલ બોર્ડ પર અલ્લૂની તસવીર જોવા મળી રહી હતી. અલ્લૂએ ન્યૂ યોર્કમાં ઇન્ડિયા ડે પરેડને પણ લીડ કરી હતી, જેની તસવીર ને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહૃાો છે. તેથી કહી શકાય કે કદૃાચ અલ્લૂ હાલ ફિલ્મનું શૂિંટગ નહીં કરે. તેના શૂટ શિડ્યૂલ વિશે પણ હજૂ કોઈ જાણકારી સામે આવી નથી. મેકર્સે સત્તાવાર હજુ સુધી પુષ્પા: ધ રૂલની રિલીઝ તારીખ જાહેર કરી નથી પરંતુ બિઝનેસ ટૂડેના એક રિપોર્ટમાં મેકર્સે કહૃાું હતું કે તે ઓગસ્ટ ૨૦૨૩ સુધીમાં ફિલ્મને રિલીઝ કરવા માંગે છે. મેકર્સે એમ પણ કહૃાું હતું કે, આ વખતે ફિલ્મને વધુ જોરશોરથી માર્કેિંટગ કર્યા બાદ ખુબ ગ્રાન્ડ રીતે રિલીઝ કરવામાં આવશે.