અમરેલી,
અમરેલીના સપુત અને ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીનું નિમંત્રણ સહર્ષ સ્વીકારી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ તા.10મી એ ગાંધીનગર ખાતે ગુજકોમાસોલના નવા અધ્યતન બિલ્ડીંગનું લોકાર્પણ કરશે.
શ્રી ત્રિભુવનદાસ પટેલ દ્વારા વર્ષ 1960 માં ગુજકોમાસોલ ની સ્થાપના કરવામાં આવેલ હતી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (ગુજકોમાસોલ)ની ગાંધીનગર જી.આઈ. ડી. સી. ખાતે નિર્માણ પામેલ અધ્યતન બિલ્ડીંગ શ્રી ત્રિભુવનદાસ પટેલ સહકાર ભવન નું આગામી તા. 10-04-22 ના રોજ બપોરે 03:00 કલાકે કેન્દ્રીયગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ લોકાર્પણ કરશે આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ,રાજ્યના કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, સહકાર મંત્રી શ્રી જગદીશભાઇ પંચાલ તેમજ રાજ્ય કક્ષાની તમામ સહકારી સંસ્થાઓના ચેરમેન, ડાયરેક્ટર, જિલ્લા તેમજ તાલુકા સહકારી સંઘ, માર્કેટીંગયાર્ડ, તથા સહકારી મંડળીઓ ના પ્રતિનિધિઓ સહિતરાજ્યના અગ્રણી સહકારી આગેવાનો ઉપસ્થિત રહેશે તેમગુજકોમાસોલ ના ચેરમેન શ્રી દિલીપ સંઘાણીએ જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગુજકોમાસોલની સ્થાપના કરનાર શ્રી ત્રિભોવનદાસ પટેલનું ગુજકોની વડી કચેરીના ભવનને નામ આપી શ્રી દિલીપ સંઘાણીએ સાચી શ્રધ્ધાંજલી આપી અને પાયામાં રહેલને ન ભુલવા જોઇએ તેવો સંદેશો પણ આપ્યો છે.