શ્રી અશ્ર્વીનભાઇ સાવલીયા પરિવારમાં ભવ્ય સગાઇવિધિ યોજાઇ

અમરેલી,અમરેલીની અમર ડેરીના ચેરમેન અને અમુલના ડાયરેકટર તથા જિલ્લાના યુવા આગેવાન શ્રી અશ્ર્વીનભાઇ સાવલીયા પરિવારમાં ભવ્ય સગાઇવિધિ યોજાઇ હતી.જેમા શ્રી અશ્ર્વીનભાઇના સુપુત્ર અને સુપુત્રીની સગાઇ વિધિ સ્નેહીઓની ઉપસ્થિતીમાં સંપન્ન થઇ હતી.
અમરેલી તાલુકા પંચાયતના પુર્વ પ્રમુખ શ્રીમતી રંજનબહેન સાવલીયા તથા શ્રી અશ્ર્વીનકુમાર નટવરલાલ સાવલીયાની સુપુત્રી ચિ. ડીમ્પલની સગાઇ અમદાવાદ નિવાસી શ્રીમતી ઇન્દુબહેન તથા શ્રી વિઠઠલભાઇ રણછોડભાઇ રફાળીયાના સુપુત્ર ચિ. સિધ્ધાર્થ સાથે યોજાઇ હતી.
આ ઉપરાંત શ્રીમતી રંજનબહેન અને શ્રી અશ્ર્વીનભાઇ સાવલીયાના સુપુત્ર ચિ. બિજેન્દ્રની સગાઇ અમરેલી નિવાસી શ્રીમતી જયોત્નાબહેન અને શ્રી મુકેશભાઇ ઝવેરભાઇ ધાનાણીની સુપુત્રી ચિ. પાયલ સાથે યોજાઇ હતી.
સગાઇ બંધનમાં બંધાઇ રહેલા ચિ. ડીમ્પલ અને ચિ. સિધ્ધાર્થ તથા ચિ. બિજેન્દ્ર અને ચિ. પાયલને આર્શિવાદ આપવા માટે પ્રાત:વંદનીય સંતો ચંપારણ્યધામના યુવરાજ પૂ.પરસોતમ લાલજી મહારાજ (પૂ.શ્રી રાજુબાવાશ્રી), ચલાલા દાનેવધામના મહંત મહારાજ પૂ.શ્રી વલકુબાપુ, સત દેવીેદાસજીની જગ્યાના મહંત શ્રી પૂ.નારદબાપુ તથા કેન્દ્રીય મંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલા, ઇફકોના વાઇસ ચેરમેન અને દેશના દિગ્ગજ સહકારી આગેવાન શ્રી દિલીપ સંઘાણી, અમરેલીના લોકપ્રિય સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા, અવધ ટાઇમ્સના તંત્રીશ્રી ભરતભાઇ ચૌહાણ, અમરેલીની લો કોલેજના પ્રિન્સીપાલ શ્રી જયોત્સનાબહેન ભગત, શ્રીમતી સવિતાબહેન પરસોતમભાઇ રૂપાલા, શ્રીમતી ગીતાબહેન દિલીપભાઇ સંઘાણી,શ્રી વીવી વઘાસિયા, શ્રી હિરેન હિરપરા, શ્રી બાવકુભાઇ ઉંધાડ,ડૉ. ભરતભાઇ કાનાબાર, શ્રી પીપી સોજીત્રા, શ્રી જયેશ નાકરાણી, શ્રી અરવિંદભાઇ કાછડીયા, શ્રી બાબુભાઇ ઠુમ્મર, શ્રી વીડી નાકરાણી, શ્રી નરેશભાઇ અકબરી, શ્રી પોપટબાપા માલવણ, શ્રી ગોરધનભાઇ ધાનાણી (અમેરીકા),શ્રી ભુપેન્દ્રભાઇ બસિયા, શ્રી જગદીશ નાકરાણી, શ્રી જીજ્ઞેશ પટેલ રાજુલા એપીએમસી, શ્રી નરેન્દ્ર પરવાડીયા,શ્રી રામભાઇ સાનેપરા, શ્રી મયુરભાઇ હિરપરા, મનસુખભાઇ સુખડિયા, શ્રી માવજીભાઇ ગોલ, શ્રી ધીરુુભાઇ ગઢીયા, શ્રી અરૂણ પટેલ, શ્રી મનસુખભાઇ ભુવા, શ્રી જયંતીભાઇ પાનસુરીયા, શ્રી કૌશિક વેકરીયા, તથા શ્રી દિનેશ પોપટ, શ્રી પ્રાગજીભાઇ કાલરીયા, શ્રી મોહનભાઇ ભરવાડ અમદાવાદ ડેરી, શ્રી રામશીભાઇ ભેટારીયા જુનાગઢ ડેરી, શ્રી કાંતિભાઇ ગઢીયા જામનગર ડેરી, શ્રી ભોળાભાઇ રબારી બોટાદ ડેરીના ચેરમેન સહિતના આગેવાનો તથા શ્રી સાવલિયા પરિવારનું વિશાળ મિત્ર વર્તુળ ઉપસ્થિત રહયું હતુ.