શ્રી આર.કે.કરમટા સહિત પાંચ પીએસઆઇની બદલી

અમરેલી,
અમરેલી જિલ્લામાં સાડા ચાર વર્ષ સુધી કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં યશસ્વી અને યાદગાર કામગીરી કરી અનેક ગેંગ અને અપરાધીઓ સામે કાગળ ઉપર કરેલી સુંદર કામગીરીથી આ અપરાધીઓ જેના કારણે હજુ જેલમાં છે તેવા શ્રી આર.કે. કરમટા તથા શ્રી પૃથ્વીરાજસિંહ મોરી સહિત અમરેલી જિલ્લાના પાંચ પીએસઆઇની બદલી થઇ છે અને જેની સામે ત્રણ પીએસઆઇનું અમરેલી જિલ્લામાં પોસ્ટીંગ થયુ છે. શ્રી આર.કે. કરમટા તથા મોરી પૃથ્વીરાજસિંહને જામનગર મુકવામાં આવ્યા છે અને તેવી જ રીતે ગુનેગારો સામે કડક કામગીરી કરનાર પીએસઆઇ શ્રી એન.એ. વાઘેલાને ગીર સોમનાથ મુકવામાં આવ્યા છે અમરેલી તાલુકા પીએસઆઇ શ્રી ધવલ સાકરીયાને રાજકોટ શહેર તથા ડી.બી. ચૌધરીને બનાસકાંઠા મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં વડોદરાથી જે.કે. મોરી, નર્મદાથી કે.એલ. ગળચર અને વડોદરા શહેરથી ઓડેદરા કે.કે.ની નિમણુંક કરવામાં આવી છે રાજ્યભરમાં 169 પીએસઆઇની બદલીના એક સામટા ઓર્ડર નીકળ્યા હતા.