શ્રી ઉદયનભાઇ ત્રિવેદીનાં નિવાસ સ્થાને કાનુડાને કેસર કેરીનો ભોગ ધરાવાયો

અમરેલી,અમરેલીના વિખ્યાત ધારાશાસ્ત્રી અને સૌરાષ્ટ્ર નોટરી એસો.ના ચેરમેન શ્રી ઉદયનભાઇ ત્રિવેદી પરિવાર દ્વારા નીરજળા એકાદશીના દિવસે કાનુડાને કેરીનો અલૌકીક ભોગ ધરાવાયો હતો.દર વખતે ભગવાન દ્વારકાધીશજીને દેવભુમિ દ્વારકા ખાતે જઇ ભોગ ધરાવતા શ્રી ઉદયનભાઇ પરિવાર સાથે લોકડાઉનને કારણે દ્વારકા ન જઇ શકતા આજે પોતાના નિવાસ સ્થાને ભગવાનને કેરીનો ભોગ ધરાવ્યો હતો તેમના આ ભોગના શણગાર અલૌકીક અને દિવ્યતાની ઝાંખી કરાવનાર હતા જે અહીં તસ્વીરમાં નજરે પડે છે.