શ્રી કાકડીયાને વિજયી બનાવવા 29મીએ મુખ્યમંત્રી બગસરામાં

  • ધારી-બગસરા-ખાંભા વિધાનસભા વિસ્તારના લોકોને રાજ્યનાં મુખ્યમંત્રીશ્રી રૂપાણી સંબોધશે
  • પ્રદેશ ભાજપના આગેવાનો દ્વારા સમગ્ર મત વિસ્તારમાં પ્રચાર પ્રસાર વેગવંતો બનાવાશે
  • મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીનાં બગસરામાં આગમનને કારણે ભાજપમાં ઉત્સાહ વધ્યો
  • મુખ્યમંત્રીશ્રી રૂપાણીની સભા માટે જિલ્લા ભાજપ દ્વારા થઇ રહેલી તડામાર તૈયારીઓ

અમરેલી,
ધારી બગસરા ખાંભા વિધાનસભાની પેટાચુંટણીમાં ભાજપના ઉમેદવાર શ્રી જે.વી.કાકડીયાને જંગી બહુમતીથી વિજયી બનાવવા આગામી તા. 29 ના રોજ બગસરા ખાતે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની જંગી જાહેરસભા યોજાનાર છે. આ જાહેર સભાને શ્રી રૂપાણી સંબોધન કરશે સાથે ગુજરાત પ્રદેશ ભાજપના આગેવાનો પણ જોડાઇને પ્રચાર પ્રસાર વેગવંતો બનાવશે મુખ્યમંત્રીશ્રી રૂપાણીના બગસરા આગમનને કારણે ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં પણ ઉત્સાહ વધ્યો છે. હાલ શ્રી રૂપાણીની સભા માટે અમરેલી જિલ્લા ભાજપ તેમજ બગસરા તાલુકા ભાજપ અને ધારી બગસરા ખાંભા વિસ્તારના આગેવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળે છે મુખ્યમંત્રીના કાર્યક્રમ અંગે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ થઇ રહી છે.