શ્રી કેશુભાઇના નિધનને પગલે શ્રી પિયુષ ઠુંમરે ચૂંટણી પ્રચાર અટકાવ્યો

  • ધારી બગસરા વિસ્તારના અપક્ષ ઉમેદવાર અને સાચા પાટીદાર યુવા આગેવાનને ચાલુ પ્રચાર પ્રવાસે સમાચાર મળ્યા 
  • ગુજરાતના ખેડૂતો માટે જળક્રાંતિના પ્રણેતા અને પટેલ સમાજના સાચા રાહબર જેવા મોભી શ્રી કેશુભાઈ પટેલની ખોટ કોઈ પુરી નહી શકે : શ્રી પિયુષ ઠુંમર
  • ગામે ગામ શ્રી ઠુંમરનું ઢોલ નગારાથી સ્વાગત થતુ હતુ પણ સ્વ. કેશુભાઇના નિધનના પગલે ઢોલ,ડીજેને બદલે શ્રી ઠુંમર સાદાઇથી પ્રવાસ-પ્રચાર કરશે

અમરેલી,
ગુજરાતના પૂર્વમુખ્યમંત્રી અને રાજ્યના ખેડૂતો માટે જળક્રાંતિના પ્રણેતા એવા પટેલ સમાજના મોભી શ્રી કેશુભાઈ પટેલની ખોટ કોઈ પુરી નઈ શકે આવા ભાવુક શબ્દો સાથે શ્રદ્ધાંજલિ આપતા ધારી-94 વિધાનસભાના નિર્દલીય ઉમેદવાર શ્રી પિયુષકુમાર ઠુંમરે આજે પોતાનો ચૂંટણી પ્રચાર બાપાના સમાચાર મળતા જ અટકાવી અને તેમને સાચા હ્રદયથી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ગુજરાત રાજ્યના પૂર્વમુખ્યમંત્રી અને પટેલ સમાજના મોભી શ્રી કેશુભાઈ પટેલના દુ:ખદ સમાચારો પ્રાપ્ત થયા તે વેળા એ ધારી વિધાનસભા 94 બેઠકની પેટા ચૂંટણીના નિર્દલીય ઉમેદવાર શ્રી પિયુષકુમાર ઠુંમર પ્રચાર પ્રસારની કામગીરીમાં સતત વ્યસ્ત હોય અને વિશાળ સુચી વિભિન્ન કાર્યક્રમોની હાથ પર હોય તેમજ ચૂંટણી આડે ગણતરીની કલાકો જ બાકી હોવા છતાં પિયુષ ઠુંમરે પોતાના તમામ પ્રચારકાર્યો આટોપી લીધા હતા અને ક્ષણવારમાં જ બધા આજના નિર્ણિત કાર્યક્રમો રદ કરી નાંખ્યા હતા આ તકે નિર્દલીય ઉમેદવાર શ્રી પિયુષકુમાર ઠુંમરે જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂતો માટે જળક્રાંતિના પ્રણેતા અને પટેલ સમાજના મોભી કેશુભાઈ પટેલની ખોટ કોઈ પુરી નહી શકે આવા શબ્દો સાથે હૃદયથી બાપાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને રીતસર ભાવુક થઈ ગયા હતા અને તેમણે એવો પણ નિર્ણય લીધો હતો કે ગામે ગામ તેમનો સ્વાગત અને સમર્થન ઢોલ નગારા ડીજે થી થતુ હોય તેને બદલે સમાજના મોભીની વિદાયથી સાદાઇપુર્વક તે પ્રચાર પ્રસાર કરશે.