અમરેલી,
ભારતનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી પ્રેરિત મારી માટી મારો દેશ અભિયાન આગામી તા.3 ઓક્ટોબરે શરૂ થશે. આ અભિયાન સમગ્ર ભારત ભરમાં યોજાશે. આ અભિયાન ગુજરાતમાં પણ મંડલ સ્તરથી પ્રદેશ સ્તર સુધી યોજાશે. આ કાર્યક્રમ માટેની પ્રદેશની ટીમમાં નક્કી થયા મુજબ પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા ઇન્ચાર્જ તરીકે મયંકભાઇ નાયક અને સભ્ય તરીકે ધારાસભ્ય સંદીપભાઇ દેસાઇ, નાયબ દંડક કૌશિકભાઇ વેકરીયા, જિલ્લા પ્રભારી શ્રી હિંમતભાઇ પડસાળા, દાહોદ જિલ્લા પુર્વ પ્રમુખ સુધીરભાઇ લાલપુરવાળાની સભ્ય તરીકે જવાબદારી અપાઇ .