શ્રી જીતુભાઈ તળાવીયાને ભાવાંજલી આપતા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા

  • પર્યાવરણ વિદ અને અમરેલીનાં ગ્રીન એમ્બેસેડર
  • અમરેલી જિલ્લાએ નિખાલસ અને સરળ સ્વભાવનું વ્યક્તિત્વ ગુમાવ્યું

 

અમરેલી,
પર્યાવરણ વિદ, ધન્વંતરી ઉપાસક અને અમરેલીના ગ્રીન એમ્બેસેડર શ્રી જીતુભાઈ તળાવીયાનું નિધન થતા અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ તેમને ભાવાંજલી પાઠવતા જણાવેલ છે કે, અમરેલી જીલ્લાએ આજે પ્રકૃતિ પ્રેમી, નિખાલસ અને સરળ સ્વભાવનું વ્યક્તિત્વ ગુમાવેલ છે.
સાંસદશ્રીએ જીતુભાઈ સાથે તેમના ગામ ચરખડીયા ખાતે માણેલા સંસ્મરણો યાદ કરતા જણાવેલ હતુ કે, જીતુભાઈ સાથે ચરખડીયા ગામે યુવક મંડળમાં સાથે રહીને હંમેશા તેમની પાસે થી સાદગાઈ, નિખાલસતા અને માગદશન મેળવેલ હતુ. જીતુભાઈએ અનેક લોકોને જીવન જીવવાનો રાહ દેખાડેલ હતો, તેમની પાસે ફક્ત પાંચ મીનીટ પણ બેસવાથી કોઈપણ વ્યક્તિ તેમનું સમગ્ર ટેન્શન ભુલી જતા અને આજે તેઓ જ આપણી વચ્ચે રહયા નથી. તેઓ ભાજપના પાયાના પથ્થર હોવાની સાથે સાથે મારા એક અંગત મિત્ર અને પથદશક પણ હતા. તેઓની ચરખડીયા થી લઈ સમગ્ર અમરેલી જીલ્લાને કાયમી ખોટ રહેશે.
જીતુભાઈની અણધારી વિદાઈએ મારી માટે માની ન શકાય તેવી અસહય વેદના છે. પરંતુ હરી ઈચ્છા હંમેશા બળવાન હોય છે, આ અસહય સત્યનો હું વિનમ્રતાપૂવક સ્વાકાર કરી શ્રી જીતુભાઈને શોકાંજલી અપણ કરૂ છુ અને તેમના પરીવારજનોને ભગવાન દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાથના કરૂ છું