શ્રી ડી.કે.રૈયાણીની અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખપદે વરણી

  • અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને કોંગ્રેસના સિંહ જેવા લડાયક આગેવાન
  • અમરેલી જિલ્લામાં કોંગ્રેસને કાર્યરત રાખવામાં સિંહફાળો આપનાર કોંગ્રેસના પાયાના આગેવાન શ્રી ડી.કે. રૈયાણીને પ્રદેશ કોંગ્રેસ દ્વારા મહત્વની જવાબદારી
  • વિદ્યાર્થીકાળથી કોંગ્રેસમાં સક્રિય શ્રી ડી.કે. રૈયાણીની પસંદગી કરવામાં આવતા શ્રી રૈયાણીના બહોળા મિત્રવર્તુળ અને કોંગ્રેસના કાર્યકરોમાં હરખની હેલી ચડી

અમરેલી,
અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને કોંગ્રેસના સિંહ જેવા લડાયક આગેવાન એવા શ્રી ડી.કે.રૈયાણીની અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખપદે વરણી કરવામાં આવતા કોંગ્રેસના કાર્યકરો અને શ્રી ડી.કે.રૈયાણીના ચાહકો, મિત્રો શુભેચ્છકો, ટેકેદારોમાં આનંદની લાગણી ફરી વળી છે અને શ્રી રૈયાણી ઉપર અભિનંદનનો ધોધ વહી રહયો છે.
અમરેલી જિલ્લામાં કોંગ્રેસને કાર્યરત રાખવામાં સિંહફાળો આપનાર અને કોંગ્રેસના પાયાના આગેવાન શ્રી ડી.કે. રૈયાણીને પ્રદેશ કોંગ્રેસ દ્વારા મહત્વની જવાબદારી પેટાચુંટણીના સમયે જ આપવામાં આવી છે. વિદ્યાર્થીકાળથી કોંગ્રેસમાં સક્રિય શ્રી ડી.કે. રૈયાણીની પસંદગી કરવામાં આવતા શ્રી રૈયાણીના બહોળા મિત્રવર્તુળ અને કોંગ્રેસના કાર્યકરોમાં હરખની હેલી ચડી છે અને તેમની ઉપર શુભકામનાઓનો ધોધ વહી રહયો છે.