શ્રી દિલીપ સંઘાણીના નેતૃત્વમાં અમરેલી જિલ્લા બેન્ક બિનહરીફ

  • દેશના સહકારી ક્ષેત્રને જેમના નેતૃત્વ થકી નવી દીશા મળી રહી છે તેવા દેશના ટોચના સહકારી આગેવાનની હોમપીચમાં વધુ એક વખત સહકારીતા દેખાઇ
  • સ્વ.દ્વારકાદાસભાઈ પટેલ સોપેલ જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકનું સુકાન ચિરચાર્થ : જીલ્લા બેંકના અનેક યોજનાકીય નિર્ણયો સમગ્ર દેશમા રોલમોડલ દિલીપ સંઘાણીના નેતૃત્વમા પચ્ચીસ વર્ષનો લગાતાર પારદર્શક વહીવટ : જીલ્લાના વિકાસમા જીલ્લા બેંકનું અનેરૂ યોગદાન : સમગ્ર બોર્ડ પર અભિનંદન વર્ષા

અમરેલી,

સ્વ.દ્વારકાદાસભાઈ પટેલ એ સોપેલ અમરેલી જીલ્લા બેંકનું સુકાન ચેરમેન દિલીપ સંઘાણી ચિરતાર્થ કરી રહયા છે. જીલ્લા બેંકની અનેક યોજનાઓ એટલી લોકપ્રિય નિવડી કે, કેન્ સરકાર દ્રારા યોજનાઓને સમગ્ર દેશમા લાગુ કરવામા આવી. કોરોના હોય કે, કૂદરતી આફત વચ્ચે પણ ખેડૂતોને મદદરૂપ બનવાનો પ્રયાસ દિલીપ સંઘાણીની દિર્ધ ષ્ટિનો પિરચય આપી જાય છે, કોરોના સંક્રમણમા રીવોલ્વિંગ ફંડ ખેડૂતોને આર્શિવાદરૂપ નિવડયુ તે નોંધનીય બાબત છે. મકર સંક્રાંતિના પાવન અવસરે યોજાયેલ જીલ્લા બેંકની બોર્ડ મીટીંગમા પ્રધાનમંત્રી વિમા સુરક્ષા ક્વચથી ચાર લાખ પિરવારને સાંકળી લેવાનો કરવામા આવેલ અભૂતપૂર્વ નિર્ણય સમગ્ર દેશમા પ્રથમ છે, આ પ્રમાણે વિમા ક્વચ લેનાર દેશની પ્રથમ સહકારી સંસ્થા છે જેણે બેંક સાથે સંલગ્ન ખેડૂતો, વેપારીઓ, શ્રમીકો, નાના-મોટા ગ્રાહકો, ડીપોઝીટરો સહિત સૌ કોઈને સાંકળી લીધાનું દિલીપ સંઘાણીએ જણાવેલ.
બેંકની બોર્ડ મૂદત પુર્ણ થતા યોજાયેલ પ્રક્રિયામા અલગ-અલગ વિભાગો માંથી ફોર્મ ભરાયેલ જેમા બેંકના વર્તમાન ચેરમેન દિલીપ સંઘાણીના નામની દરખાસ્ત જે.પી.વઘાશીયાએ કરેલ જેને અશ્ર્વિનભાઈ સાવલીયાએ ટેકો આપેલ હતો. અરૂણભાઈ પટેલ, દાદભાઈ વરૂ, ભાવનાબેન ગોંડલીયા, લાલજીભાઈ નાકરાણી, મનીષભાઈ સંઘાણી, બાબુભાઈ સખવાળા, મનજીભાઈ તળાવીયા, યોગેશભાઈ બારૈયા, જીવાજીભાઈ રાઠોડ, વિનુભાઈ રૈયાણી, હિરજીભાઈ નવાપરા, કાંતિભાઈ પટોળીયા, માવજીભાઈ ગોલ, મગનભાઈ ભાદાણી, મંજુલાબેન જોશી, મંજુબેન શિયાણી, અરૂણાબેન માલાણી, વિઠૃલભાઈ ગઢીયા, જયભાઈ મસરાણી અને અલ્પાબેન રામાણી સહિત સમગ્ર બોર્ડ બિનહિરફ જાહેર થયેલ છે.
અમરેલી જિલ્લા બેંક ને શુન્ય માંથી સર્જન તરફ દોરી જનાર દિલીપ સંઘાણી છે. ખેતિ વિકાસ, પશુપાલન વિકાસ, શ્રમીક વિકાસ વ્યવસાય માટે જયા જરૂર હોય ત્યા હરકોઈને મદદરૂપ બનતી અમરેલી જિલ્લા બેંક એક એવી બેંક છે જયા સહકારના માધ્યમથી સહયોગ આપવાનો નિરંતર પ્રયાસ થતા રહે છે તેમ કાર્યાલયની અખબારી યાદીમા જણાવાયેલ છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, સને.199પ મા દ્રારકાદાસભાઈ પટેલના શુભાષિશ સાથે સંભાળેલ જીલ્લા બેંકનું સુકાન દિલીપ સંઘાણીએ સમગ્ર બોર્ડના સહકાર થી અનેકવિધ નિતી-નિર્ણયો અને યોજનાકીય સફળતાથી સહકારી બેંકની યશસ્વિ ઓળખ ઉભી કરી છે જે સમગ્ર દેશને દિશા આપી રહેલ છે જે નોંધનીય બાબત છે.