શ્રી દિલીપ સંઘાણીના નેતૃત્વમાં ખેડૂતોને લીલા લહેર : શ્રી ખુમાણ

અમરેલી,ખેડૂતો માટે સૌથી મોટી ચિંતા હોય તો મંડળીની હેરફેર એટલે કે પાક ધિરાણ નવા જૂનું કરવાની હોય છે માર્ચ મહિનો આવે એટલે જગતનો તાત રૂપિયા ગોતવા લાગી જાય આ વખતે તો જેમ દુષ્કાળમાં બે જેઠ મહિના હોય પાછો માથેથી કોરોના આવ્યો એટલે પૂછી ન કે વ્યાજે પૈસા મળવાની તો આશા જ રહી નહોતી ત્યારે દિલીપભાઈ સંઘાણી અશ્વિનભાઇ સાવલીયા કૌશિક ભાઈ ને કર્યા અને ભાવનાબેન ગોંડલીયા વિગેરે આગેવાનોએ જહેમત ઉઠાવી અને ખેડૂતોને ચિંતામાંથી મુક્ત કરવા નવા જૂનું કરવા વગર વ્યાજે રૂપિયા ભેગા કર્યા આમાં પૈસા આપનાર અને મદદ કરનાર તમામ લોકોને માતાજી સુખી રાખે ભગવાન સૂર્યનારાયણ એમની બધીય મનોકામના પૂર્ણ કરે એવો રાજીપો વ્યક્ત કરું છું. હું મધુભાઈ માણસુર ભાઈ ખુમાણ ચાંદગઢ નો ખાતેદાર છું મારે બે ખાતામાં થઈને 600000 છે લાખ જેવી મોટી રકમ ભરવાની હતી એ માટે છેલ્લા બે મહિનાથી લગભગ 50 જણા પાસે પૈસા માગતો હતો પણ કોઈએ સહકાર ન આપ્યો જ્યારે દિલીપભાઈ સંઘાણી ની મદદથી આજે વગર વ્યાજે પાક ધિરાણ નવા જૂનું કરવા પૈસા આપવામાં આવ્યા ખેડૂત ઉપર આટલા રૂપિયા નો હું શું કરવા બદલ હું એમનો આભાર માનું છું મને કાયમનો એમનો ણી રહીશ.