શ્રી દિલીપ સંઘાણીને ફુલડે વધાવતી અમરેલી ડિસ્ટ્રીકટ ચેમ્બર

  • એન.સી.યુ.આઇ.મા પહેલી વખત જ ગુજરાતી ચેરમેન બનતા અમરેલી ડીસ્ટ્રીક ચેમ્બર્સ ઓફ કોમર્સ ખુશખુશાલ
  • ચેરમેન બન્યા પછી પ્રથમ વખત જ આવેલ અમરેલીના પનોતા પુત્ર શ્રી દિલીપભાઇ સંઘાણીનું વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરાયુ

અમરેલી, ભારત દેશની સૌથી મોટી સહકારી સંસ્થા નેશનલ કો ઓપરેટીવ યુનિયન ઓફ ઇન્ડિયાના બીનહરીફ ચેરમેન તરીકે અમરેલીના પનોતા પુત્ર શ્રી દિલીપભાઇ સંઘાણીની વરણી થતા આજ રોજ ડીસ્ટ્રીકટ ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા અલગ – અલગ એશોસીયેશન દ્વારા સન્માન કરવામાં આવ્યું. સમગ્ર દેશમાં અમરેલી અને ગુજરાત રાજયને ગૌરવ આપવા બદલ અભિનંદન આપેલ હતા. આ સન્માનમાં અમરેલી ડી. ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ ચતુરભાઇ અકબરી, ઉપપ્રમુખ મુકુંદભાઇ ગઢીયા, ભગીરથભાઇ ત્રિવેદી, યોગેશભાઇ કોટેચા, મંત્રી ગીરીશભાઇ ભટ્ટ, વેપારી મહામંડળ ઉપપ્રમુખ દિનેશભાઇ ભુવા, મંત્રી અનિલભાઇ બાંભરોલીયા, મહામંત્રી ભાવેશભાઇ પડસાલા તેમજ મારબલ એશોસીયેશનના લાલભાઇ પોકાર, કાપડ એશો. રાજદીપભાઇ જાની, ઇલેકટ્રીક એશો. હરેશભાઇ ટાંક, મિતેનભાઇ ગુંદરણીયા, સંજયભાઇ ચોકસી, ટાવર ચોક વેપારી મંડળ હિતેષભાઇ પોપટ, નિલેષભાઇ ધોળકીયા, ભાવેશભાઇ સોઢા, અશોકભાઇ કાણકીયા, વેપારી મહામંડળના મંત્રી ગોપાલભાઇ ભટ્ટ, એગ્રો. એશો. મેહુલભાઇ ધોરાજીયા, શાકભાજી એશો. યોગેશભાઇ ગણાત્રા, કરિયાણા એશો. કનૈયાલાલ છોટાલાલ બ્રધર્સ, રેડીમેન્ટ ગારમેન્ટ એશો. બાબુભાઇ જાવીયા, હોલસેલ વેપારી એશો. અશોકભાઇ અટારા, હરેશભાઇ સાદરાણી તેમજ સોમનાથ બેસનવાળા રશીકભાઇ પાથર, મનિષભાઇ મોરજરીયા સહિતના વેપારી એશો. દ્વારા સ્વાગત તેમજ અભિનંદન પાઠવ્યા હતા.