શ્રી દિલીપ સંઘાણી ઇફકોનાં ચેરમેન બન્યાં

  • વિશ્ર્વની સૌથી મોટી સહકારી સંસ્થાના વડા તરીકે શ્રી દિલીપ સંઘાણીને જવાબદારી સોંપતુ બોર્ડ

અમરેલી,
વિશ્ર્વની સૌથી મોટી સહકારી સંસ્થા ઇફકોના વડા તરીકે શ્રી દિલીપ સંઘાણીને ઇફકોના બોર્ડ દ્વારા જવાબદારી સોંપવામાં આવી છે અને શ્રી દિલીપ સંઘાણીના શીરે ઇફકોના ચેરમેનપદનો તાજ મુકાતા અમરેલી જિલ્લા સહિત ગુજરાતભરમાં હરખની હેલી ચડી છે.
ઇન્ડીયન ફાર્મર્સ ફર્ટીલાઇઝર કોર્પોરેશન લીમીટેડ (ઇફકો)ના ચેરમેન શ્રી બલવીંદરસિંહ નકઇનું નિધન થયું હતુ અને વાઇસ ચેરમેન શ્રી દિલીપ સંઘાણી ઇફકોના ચેરમેન બન્યા હતા આજે ઇફકોના બોર્ડની બેઠક શ્રી દિલીપ સંઘાણીની અધ્ક્ષતામાં યોજાઇ હતી જેમા શ્રી દિલીપ સંઘાણીએ સ્વ. નકઇને શ્રધ્ધાંજલી અપર્ણ કરી હતી.
દુનિયાની સૌથી મોટી સહકારી સંસ્થાના વડાની ખુરશીમાં અમરેલીના સપુત બીરાજમાન થતા અમરેલી અને ગુજરાતના ઇતિહાસમાં માઇલસ્ટોન જેવી ઘટના બની છે રામાયણી સંત શ્રી મોરારીબાપુએ પણ શ્રી દિલીપ સંઘાણીને શુભકામનાઓ પાઠવી હોવાનુ જાણવા મળેલ છે.શ્રી દિલીપ સંઘાણીએ રાજય સરકારમાં એક સાથે બાર બાર મહત્વના વિભાગોના કેબીનેટમંત્રી તરીેકે જવાબદારી સફળતાથી અદા કરીે હતી અને હાલમાં દેશની સહકારી સંસ્થાઓની મુખ્ય શાખા એનસીયુઆઇનો કાર્યભાર અંભાળી તેના સહિતના ટોચના સહકારી ક્ષેત્રના રાહબર તરીકે દેશના સહકારીતા ક્ષેત્રના દીશાદર્શક બની રહયા છે તેવા સમયે આ વિરતાટ સંસ્થાનુ સુકાન પણ દેશના સહકારી ક્ષેત્રના અર્જુન બની રહેલા શ્રી દિલીપ સંઘાણીના સક્ષમ હાથોમાં સોંપાયું છે.