શ્રી દિલીપ સંઘાણી દ્વારા 50 બેડની હોસ્પિટલ શરૂ

  • માનવી માનવીનાં કામ લાગે તેવો સમય આવ્યો : શ્રી દિલીપ સંઘાણી અમરેલીની વ્હારે 
  • પટેલ કન્યા છાત્રાલય ખાતે ઓક્સિજનની પાઇપ લાઇન સાથે યુધ્ધનાં ધોરણે શ્રી દિલીપ સંઘાણીએ 50 બેડની વ્યવસ્થા કરાવી : સાંજે દર્દીઓ દાખલ થયાં
  • હોસ્પિટલની કામગીરી નિહાળતા શ્રી સંઘાણી, શ્રી કાછડીયા, શ્રી વેકરીયા, શ્રી પરમાર ડો.રામાનુજન : શ્રી સંઘાણીને બિરદાવતા પુર્વ ધારાસભ્યશ્રી બાલુભાઇ તંતી

અમરેલી,

કન્યા કેળવણીને પ્રોત્સાહન સાથે જે સંસ્થાની સ્થાપના અતિ પ્રાચીન ગણાય છે તે મોહનભાઈ વિરજીભાઈ પટેલ કન્યા છાત્રાલય ની પ્રવૃતિ માત્ર શિક્ષણ પુરતી જ સીમીત નહિં રહેતા અનેક કાર્યો અને કર્મોની સાક્ષી સંસ્થા છે. આર્થીક નબળી સ્થિતીના અનેક માતા-પિતાની પુત્રીઓ આ શાળામા મફત શિક્ષણ મેળવીને અભ્યાસ કાર્કિદી બનાવી ચુકેલ છે, મુશ્કેલીઓના સમયે આ શાળાના પિરસરમા માનવસેવા જળહળતી જોવા મળે છે સંસ્થાની સેવાભાવનાના મૂળમા સંસ્થા પ્રમુખ દિલીપ સંઘાણીની સેવાપરાયણતા સમાયેલી છે.હાલ કોરોના મહામારીનો સામનો સમગ્ર ગુજરાત રાજય કરી રહેલ છે, દર્દીઓ એટલા છે કે, સાઘનસામગ્રી ખૂટી પડી છે તેવા કપરા સમયે સરકારને મદદરૂપ બનવા દિલીપ સંઘાણી દ્રારા નિર્ણય કરી હોસ્પિટલ માટે વહીવટી તંત્રને સોપવામા આવતા છાત્રાલય ખાતે કોવિડ કેર સેંન્ટરની યુધ્ધના ધોરણે સુવિધા ઉભી કરવામા આવી રહી હોઈ, કામગીરીને રાષ્ટ્રિય સહકારી આગેવાન-સંસ્થા પ્રમુખ દિલીપ સંઘાણી, સાંસદ નારણભાઈ કાછડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, જીલ્લા વિકાસ અધિકારી તેજસ પરમાર, ડો. રામાનુજન બાલાભાઈ વઘાસીયા, બાબુભાઈ હિરપરા, પુનિતભાઈ બાંભરોલીયા, સંજયભાઈ રામાણી, સાગરભાઈ સિધ્ધપરા, હિરભાઈ કાબરીયા, મીતાબેન વાઘાણી, અરૂણાબેન માલાણી વિગેરેએ નિહાળી આવશ્યક સૂચનાઓ આપી હતી.  શહેર મધ્યે પટેલ કન્યા છાત્રાલયમા કોવિડ કેર સેંન્ટર શરૂ થવાથી દર્દીઓની સારવાર ઝડપી અને સરળ બનશે તેમ યાદીમા જણાવાયેલ છે.

કોરોનાને નાબૂદ કરવા વડાપ્રધાન નરેન્ મોદી ની રસીકરણ ઝુંબેશને સહકાર-સામાજીક સંસ્થાઓ સાથે મળીને ચલાવનાર રાષ્ટ્રિય સહકારી આગેવાન- પૂર્વ કેબીનેટમંત્રી દિલીપ સંઘાણીએ એક ઓર કદમ ઉઠાવીને દર્દીઓની સારવાર માટે પોતાના સંચાલન તળેની શૈક્ષણિક સંસ્થા કોવિડ હોસ્પિટલ માટે આવશ્યક જરૂરી ખર્ચની ખાત્રી સાથે આપવા કરવામા આવેલ નિર્ણય રાજય સરકારને જણાવવામા આવેલ છે.  એત્રે એ ઉલ્લેખનીય છે કે, અમરેલી શહેરની તમામ હોસ્પિટલો કોરોના દર્દીઓની  ઉભરી રહી છે, જગ્યાઓ ખુટી પડી છે તેવા સમયે રાજય સરકારને હોસ્પિટલ શરૂ કરવા અને તે માટે જરૂરી ખર્ચની ખાત્રી સાથે કરવામા આવેલ માનવતાવાદી નિર્ણયને પૂર્વ ધારાસભ્ય બાલુભાઈ તંતી એ આવકારી અભિનંદન પાઠવ્યાનું તેમની યાદીમા જણાવાયેલ છે.