- વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને પત્ર પાઠવી દીર્ઘાયુ નિરામય, નિરોગીતા અને સુખાકારી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી
અમરેલી,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં જન્મદિને અમરેલી શાંતાબા મેડીકલ કોલેજ અને જનરલ હોસ્પિટલનાં અધ્યક્ષશ્રી વસંતભાઇ ગજેરાએ પત્ર પાઠવી શુભકામનાઓ વ્યક્ત કરી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીને પત્ર પાઠવી દીર્ઘાયુ નિરામયત, નિરોગીતા અને સુખાકારી સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી હતી. અને જણાવ્યું હતું કે, ગુજરાતની ધીંગી ધરાને પાવન કરતા આપના વ્યક્તિત્વનાં અવતરણ દીને શુભકામનાઓ સાથે અભિનંદીત કરતા મારી શબ્દતૃષા લાગણી વડે આપના પાવનકારી જન્મદિને શુભેચ્છા પાઠવતા હર્ષની લાગણી અનુભવુ છું. આરએસએસનાં આદર્શોને ચરિતાર્થ કરતા આપના મનોરમ્ય વ્યક્તિત્વની સાથે સાથે ભાજપને એક અનેરી ઉંચાઇએ પ્રસ્થાપીતતા બદાન કરતા એક આદર્શ મહાપુરૂષનાં જન્મદિને શબ્દો અને લાવણ્ય સ્વરૂપે આપની નિશ્રા સમગ્ર રાષ્ટ્રનાં ઉતથાનના કાર્યને વધ્ાુ વેગ સંપનતા પ્રદાન થઇ છે જેનો સાક્ષી ભાવ સાદર કરતા કૃતજ્ઞ બન્યો છુ તેમ વસંતભાઇ ગજેરાએ જણાવ્યું છે. વધ્ાુમાં એવું પણ જણાવ્યું કે, રાષ્ટ્ર ભાવનાની સાથે સાથે સમગ્ર રાષ્ટ્રની ખેવના, જતન અને સંવર્ધન કરતા આપના સ્વરૂપે એક ઇશ્ર્વરીય મહામુલા, મહામાનવને આજનાં પાવનકારી પર્વ નિમિતે લાખ લાખ વંદન સાથે ૠણી બન્યો છું. સમગ્ર રાષ્ટ્ર માટે આપનો જન્મદિન એક ઐતિહાસિકતા પ્રદાન કરશે તેવી શ્રધ્ધા સાથે રાષ્ટ્રનાં પાવન કારી પર્વને આત્મનિર્ભર ભારત સુત્ર આપે પ્રદાન કર્યુ છે જેને ચરિતાર્થતા પ્રદાન કરવા અર્થે સમગ્ર રાષ્ટ્રની જનતા આપના આદર્શો એવમ આપની અલૌકિક કાર્યશક્તિનાં તેજ પુંજની જ્યોતથી પુલકીત બન્યું છે. જેનો ગૌરવ અનુભવુ છું. આપના દીર્ઘાયું, નિરામયતા, નિરોગીતા અને સુખાકારી સ્વાસ્થ્ય માટે પરમકૃપાળુ પરમાત્યાને પ્રાર્થના સાથે આપના દરેક કાર્યોને ચરિતાર્થતા પ્રદાન કરવા અર્થે હું હરહંમેશ આપના આદર્શોની નિશ્રા જંખુ છું. તેમ વસંતભાઇ ગજેરાએ જણાવી વંદન સાથે શુભકામના પાઠવ્યાનું અખબારી યાદીમાં જણાવ્યું છે.