અમદાવાદ,
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7-8મી જુલાઈ, 2023ના રોજ ચાર રાજ્યોની મુલાકાત લેશે. તેઓ 7મી જુલાઈએ છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે. 8મી જુલાઈએ પ્રધાનમંત્રી તેલંગાણા અને રાજસ્થાનની મુલાકાત લેશે.
7મી જુલાઈના રોજ, સવારે 10:45 વાગ્યે, પ્રધાનમંત્રી રાયપુરમાં એક જાહેર કાર્યક્રમમાં વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ અને રાષ્ટ્રને સમર્પિત કરશે. પ્રધાનમંત્રી લગભગ 2:30 વાગ્યે ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે પહોંચશે, જ્યાં તેઓ ગીતા પ્રેસ ગોરખપુરના શતાબ્દી સમારોહના સમાપન સમારોહમાં ભાગ લેશે, ત્યારબાદ ગોરખપુર રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. ત્યારબાદ, લગભગ સાંજે 5 કલાકે, પ્રધાનમંત્રી વારાણસી પહોંચશે, જ્યાં તેઓ એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ બહુવિધ વિકાસ પરિયોજનાઓનો શિલાન્યાસ, ઉદ્ઘાટન અને રાષ્ટ્રને સમર્પિત કરશે.8મી જુલાઈના રોજ, સવારે 10:45 વાગ્યે, પ્રધાનમંત્રી તેલંગાણાના વારંગલ પહોંચશે અને એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે જ્યાં તેઓ વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી લગભગ 4:15 વાગ્યાની આસપાસ બિકાનેર પહોંચશે, જ્યાં તેઓ રાજસ્થાનમાં અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે અને તેને રાષ્ટ્રને સમર્પિત કરશે.