શ્રી નરેન્દ્ર મોદી વર્તમાન સ્થિતિની સમીક્ષા માટે રાજ્યોની સાથે બેઠક કરી શકે છે

બેઠકમાં તમામ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદૃશોથી વેક્સિન વિતરણની રણનીતિ પર ચર્ચા, કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે અનેકવાર રાજ્યો સાથે બેઠક કરી

નવી દિૃલ્હી,વડાપ્રધાન નરેન્દ્ર મોદૃી કોવિડ-૧૯ની હાલની સ્થિતિની સમીક્ષા અને વેક્સીન વિતરણની રણનીતિને લઈને મુખ્યમંત્રીઓ અને રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદૃેશોના અન્ય પ્રતિનિધિઓ સાથે મંગળવારે ડિજિટલ માધ્યમથી બેઠક કરી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, પીએમ મોદૃી એક બેઠક તે આઠ રાજ્યોની સાથે કરી શકે છે જ્યાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહૃાું છે. બીજી બેઠકમાં તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદૃશોથી વેક્સીન વિતરણની રણનીતિ પર ચર્ચા સંભવિત છે. વડાપ્રધાન મોદૃી કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે અત્યાર સુધી અનેકવાર રાજ્યો સાથે બેઠક કરી ચૂક્યા છે. દૃેશભરમાં કોરોના વાયરસ સંક્રમણના મામલા છેલ્લા થોડાક દિૃવસોમાં ૫૦ હજારથી નીચે આવી રહૃાા છે, બીજી તરફ રાજ્યોમાં મામલા ઝડપથી વધ્યા છે. અમદૃાવાદૃ, સુરત, વડોદૃરા, રાજકોટ સહિત દૃેશના કેટલાક શહેરોમાં રાતનો કર્ફ્યૂ લાગી કરી દૃેવામાં આવ્યો છે. કેન્દ્ર તરફથી સતત એવો પ્રયાસ પણ થઈ રહૃાો છે કે જ્યારે પણ કોરોના વેક્સીન ઉપલબ્ધ થશે, તેનું યોગ્ય વિતરણ થઈ શકે. ભારતમાં હાલ પાંચ વેક્સીન તૈયાર થવાની દિૃશામાં કામ આગળ વધી રહૃાું છે. તેમાંથી ચાર પરીક્ષણ બીજા કે ત્રીજા ચરણમાં છે જ્યારે એક પહેલા કે બીજા ચરણમાં છે. નોંધનીય છે કે, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, તમિલનાડુ, તેલંગાણા, પંજાબ, હરિયાણા સહિત દૃેશના અનેક રાજ્યોમાં રવિવારે કોવિડ-૧૯ના નવા કેસ સામે આવ્યા અને બીમારીના કારણે દૃર્દૃીઓના મોત પણ થયા છે. વિવિધ રાજ્યોના સ્વાસ્થ્ય વિભાગોએ આ જાણકારી આપી. મહારાષ્ટ્રમાં રવિવારે કોરોના સંક્રમણના ૫૭૫૩ નવા કેસ સામે આવ્યા બાદૃ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૧૭,૮૦,૨૦૮ થઈ ગઈ છે, જ્યારે ૫૦ દૃર્દૃીઓનાં મોત થયા બાદૃ મૃતકોની કુલ સંખ્યા ૪૬૬૨૩ થઈ ગઇ છે. દિૃવાળીના તહેવારો બાદૃ ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોમાં વધારો દૃેખાઈ રહૃાો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૪૯૫ લોકો કોરોના સંક્રમિત થયા છે. આમ રાજ્યમાં કુલ સંખ્યા ૧૯૭૪૧૨એ પહોંચી છે. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૩ લોકોના કોરોનાથી મોત થયા છે. આમ મૃત્યું આંક ૩૮૫૯એ પહોંચ્યો છે. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં કુલ ૧૪૯૫ કેસ નોંધાયા છે. જ્યારે ૧૧૬૭ દૃર્દૃીઓએ કોરોનાને મ્હાત આપી સાજા થઈને પોતાના ઘરે ગયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ૧૭૯૯૫૩ દૃર્દૃીઓ સાજા થયા છે. રાજ્યનો સાજા થવાનો દૃર ૯૧.૧૬ થયો છે.