શ્રી નાથાલાલ સુખડીયાની ટીમનો શ્રી પિયુષ ઠુંમરને ટેકો

  • ચલેગા ટ્રેક્ટર ઉડેગી, ધુલ ન રહેગા પંજા, ન ઉગેગા ફુલનાં સુત્ર સાથે ધારીને ધમરોળતા કાર્યકરો
  • આમઆદમી પાર્ટીમાંથી રાજીનામું આપી શ્રી નાથાલાલ સુખડીયા કાર્યકર્તાઓ સાથે શ્રી પિયુષ ઠુંમરની વ્હારે
  • શિક્ષીત અને યુવાન ઉમેદવાર શ્રી પિયુષ ઠુંમરને ધારી બગસરા, ખાંભાનાં ગામે ગામથી મળી રહેલો આવકાર

અમરેલી,
આજ કાલ ધારી બગસરા ખાંભા વિસ્તારમાં એક નવુ સુત્ર વહેતુ થયુ છે અને એ છે ચલેગા ટ્રેક્ટર ઉડેગી, ધુલ ન રહેગા પંજા, ન ઉગેગા ફુલ. આ સુત્ર ધારી બેઠકનાં અપક્ષ ઉમેદવાર શ્રી પીયુષ ઠુંમરના ટેકેદારો દ્વારા વહેતુ કરાયુ છે આ સુત્ર સાથે ધારીને ધમરોળતા કાર્યકરોનો ઉત્સાહ વધ્ો તેવી રીતે જાણીતા આરટીઆઇ એકટીવીસ્ટ અને આમ આદમી પાર્ટીમાંથી રાજીનામા આપી શ્રી નાથાલાલ સુખડીયાની ટીમે ધારી બેઠક ઉપર અપક્ષ ઉમેદવાર શ્રી પિયુષ ઠુંમર શિક્ષિત અને એક જ રંગમાં હોવાનું જણાવી તેને ટેકો આપ્યો છે.
આમઆદમી પાર્ટીમાંથી રાજીનામું આપી શ્રી નાથાલાલ સુખડીયા કાર્યકર્તાઓ સાથે શ્રી પિયુષ ઠુંમરની વ્હારે આવેલ છે આ સાથે જ ધારી-બગસરા-ખાંભા-ચલાલા વિસ્તારને ભાજપ અને કોંગ્રેસ સામે અપક્ષ શ્રી પિયુષ ઠુંમરનો સબળ વિકલ્પ મળ્યો
હોય શિક્ષીત અને યુવાન ઉમેદવાર શ્રી પિયુષ ઠુંમરને ધારી બગસરા, ખાંભાનાં ગામે ગામથી આવકાર મળી રહયો છે. ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારો ઉપર શ્રી પીયુષ ઠુંમરની ટીમ દ્વારા સવાલો ઉઠાવી લોકો માટે શ્રી ઠુંમર જ સાચા ઉમેદવાર હોવાનો પ્રચાર શરૂ થયો છે.