શ્રી નિર્લિપ્ત રાયનું ટ્યુશન ક્રાઈમ બ્રાન્ચના કરમટાને કામ લાગ્યું દેશનો પ્રતિષ્ઠિત ઇન્વેસ્ટિગેશન એવોર્ડ મળ્યો

શ્રી નિર્લિપ્ત રાયનું ટ્યુશન ક્રાઈમ બ્રાન્ચના કરમટાને કામ લાગ્યું દેશનો પ્રતિષ્ઠિત ઇન્વેસ્ટિગેશન એવોર્ડ મળ્યો
તમે એમની ગમે તેટલા નજીક હોવ પણ જો ભૂલ કરી તો તમારુ આવી બને અને તેમના પગલે ચાલો તો સફળતા તમારા કદમોમાં હોય અમરેલીમાં એસપી તરીકે ફરજ બજાવતા આઇપીએસ અધિકારી શ્રી નિર્લિપ્ત રાય તેની પદ્ધતિ માટે જાણીતા છે આ કડક અને પ્રમાણિક અધિકારીના હાથ નીચે ઘડાયેલા અમરેલીની એસ.ઓ.જી અને હાલમાં લોકલ ક્રાઈમ બ્રાંચ ના ઇન્ચાર્જ પોલીસ અધિકારી શ્રી આર.કે કરમટા ને કડક શિક્ષક જેવા ઉપરી અધિકારી શ્રી નિર્લિપ્ત રાયનું ટ્યુશન ફળ્યું છે.
સિવિલ ડ્રેસમાં બાઈક ઉપર બેસી એ જ્યારે બહાર નીકળે ત્યારે સામાન્ય નજરે એમ જ લાગે કે કોઈ હેન્ડસમ કોલેજીયન જઈ રહેલ છે એવા યુવાન પોલીસ અધિકારી આર કે કરમટાને દેશનો પ્રતિષ્ઠિત ગણાતો ઇન્વેસ્ટિગેશન એવોર્ડ મળ્યો હતો આ એવોર્ડ ગુજરાતમાં માત્ર ચાર લોકોને મળ્યો છે જેમાં એટીએસ સીઆઇડી ક્રાઇમ જેવી સ્પેશિયલ બ્રાંચ ના જવાનોનો સમાવેશ થાય છે.
કેન્દ્ર સરકારના ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવતો એવોર્ડ કઈ કામગીરી માટે અને કેવા સંજોગોમાં અમરેલી એલસીબીના ઈન્ચાર્જ અધિકારી શ્રી કરમટાને મળ્યો છે તેની વિગતો પર એક નજર નાખીએ
ગુનાઓને પકડી પાડવા માટે પોલીસ તંત્ર માટે સૌથી મહત્વનું પ્રથમ કામ હોય છે સીન ઓફ ક્રાઇમ એટલે કે કોઈ પણ બનાવ ન સ્થળનું ઝીણવટભર્યું નિરીક્ષણ અને ગુના ની પદ્ધતિ નિશાનીઓ અને સાયન્ટિફિક રીતે કામ લાગે તેવા પુરાવાઓ ઉપર નજર પડવી જોઈએ
અપરાધની દુનિયામાં અપરાધી અને પોલીસ બંને વચ્ચે કાયમ સંતાકૂકડી રમતી હોય છે એક જમાનો હતો કે જ્યારે પોલીસ નું કામ બાતમીદારો ઉપર ચાલતું હતું સંબંધો ઉપર ચાલતું હતું પરંતુ હવે સમયની સાથે સંબંધો સાંકડા થતા ગયા અને પોલીસને બાતમીદાર ને બદલે પોતાની બુદ્ધિ ઉપર ગુનેગારને પકડવા નું કામ કરવું પડી રહ્યું છે આવા સમયે ચાલાક અપરાધીને પકડવા પોલીસ માટે લોઢાના ચણા ચાવવા જેવું હોય છે અને તેમાંય કોઈ કડી વગર નો કેસ સામે આવે ત્યારે ભલભલા અનુભવી અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાતા હોય છે આવા સમયે ઇન્વેસ્ટિગેશન કરનાર અધિકારી માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે સીન ઓફ ક્રાઇમ.
તારીખ 9 જૂન 2019 ના રોજ બાબરા તાલુકાના દરેક ગામની સીમમાં પોતાની વાડીમાં ખેડૂત પતિ-પત્ની સુતા હતા ક્યારે 3 અજાણ્યા શખ્સોએ વાડીમાં તેમણે ધોકા કુહાડી મારી અને દોઢ એક લાખ રૂપિયાની મતાની લૂંટ કરી હતી અને આ દંપતીને ખાટલા સાથે બાંધી રૂમનો દરવાજો બહારથી બંધ કરી નાસી છૂટયા હતા સામાન્ય રીતે ગંભીર પ્રકારનો અપરાધ હોય ત્યારે સ્થાનિક પોલીસ ઉપરાંત અમરેલી જિલ્લા મથકેથી સ્થાનિક ગુના શોધક શાખા એટલે કે એલસીબી હરકતમાં આવી જતી હોય છે લૂંટ જેવા ગંભીર બનાવ ને પગલે ક્રાઈમ બ્રાન્ચના કરમટા દરેડ દોડી ગયા માર ખાનારાં દંપતિ અજાણ્યા શખ્સોને ઓળખતા ન હતા અને રાત્રીના સમયે બનાવ બન્યો હોય તેનું વર્ણન પણ કરી શકે તેમ ન હતા આપણે ઉપર જોયું તેમ આ બનાવમાં બાતમીદાર નેટવર્ક કામ લાગે તેમ ન હતું નિર્જન વિસ્તાર નો બનાવ હતો આરોપીને શોધવા મુશ્કેલ હતા આવા સમયે એક માત્ર આધાર ટેકનિકલ સોર્સ હતો
પોલીસ માટે પડકારજનક બાબત એ પણ હતી કે આરોપીઓ મોબાઈલ નહોતા વાપરતાં જેથી એ ટાવર દ્વારા કોઈ કડી મળે તેમ ન હતી જેમ અર્જુનને પંખીની આંખ દેખાતી હતી તેમ કરમટા ને લક્ષ્ય તો પાર પાડવું હતું પણ પંખીની આંખ ન હતી આ સમયે તેમને તેમના બોસ શ્રી નિર્લીપ્ત રાય ની નિરીક્ષણની પદ્ધતિ યાદ આવી અને તેમણે બનાવના સ્થળ નિરીક્ષણ શરૂ કર્યું એક કડી તેમને એવી મળી કે તે શંકાસ્પદ વ્યક્તિઓ સુધી જઈ શકે આશંકાના આધારે તેમણે અમરેલી જિલ્લાની પાડોશમાં આવેલા બોટાદના લાઠીદડ ગામ ના ચંદુ લખું જીલીયા નામના શખ્સને ઉઠાવ્યો આ લુટ તેમણે કરી હોય તેવી ટેકનિકલ કડી સીન ઓફ ક્રાઇમ દરમિયાન કરમટા મેળવી ચૂક્યા હતા અહીં એ પદ્ધતિ એ માટે નથી દર્શાવી કે ગુનેગારો તેનો ગેરલાભ ઉઠાવે
ચંદુ ને અમરેલી લાવી કરમટા એ તેની વૈજ્ઞાનિક ઢબે પુછપરછ કરી અને તેને લાગ્યું કે આમાં ચંદુ એકલો નથી ચંદુ ના બે દીકરા નનું અને હરેશ ને પણ લાવી પૂછપરછ કરી પોલીસની પૂછપરછમાં પ્રથમ તો ત્રણેય પિતા-પુત્રોએ દરેડ ગામ ની લૂંટ નો ઇનકાર કર્યો પણ પોલીસની વૈજ્ઞાનિક અને મનોવૈજ્ઞાનિક પૂછપરછ ના અંતે તેમણે આ લૂંટ કબૂલી લીધી અહીં જે બનાવ માટે તેમને લાવ્યા હતા તે બનાવ નો ભેદ ઉકેલાઇ ગયો હતો પોલીસનું કામ સામાન્ય સંજોગોમાં પૂરું થતું હતું પણ કરમટા ને તેમની છઠ્ઠી ઈન્દ્રિયે કહ્યું કે હજુ આમાં કંઈક છે
તેમણે ચંદુ ની પત્ની ઉજી ઉર્ફે બાવલી તથા જમાઈ ફલજી અને કિશન તથા તેના ભાઈ કાળુ અને બીજા એક નજીકના સંબંધી મુકેશ વાઘેલા ને ઉઠાવી અમરેલી લાવ્યા અને તમામની પૂછપરછ કરી પણ બીજી કોઈ કડી ન મળી આથી આ પરિવારના મુખી તેની પત્ની બે પુત્રો બે જમાઈ ભાઈ અને બીજા એક સંબંધી એમ નવે નવ ની અલગ અલગ ક્રોસ પૂછપરછ કરી અને તેમાં જે વિગતો મળી તે ચોંકાવનારી હતી.
2017ના નવેમ્બર મહિનાથી એક જ પરિવારના આ નવ સભ્યોની ગેંગ એ બે વર્ષમાં છ લોકોને લૂંટી અને મોતને ઘાટ ઉતારી દીધા હતા અને બે વર્ષ સુધી તે મોજ થી છુટા રખડતા હતા.
આ ગેંગે લીંબડીના બોરાણા ગામે સો વર્ષની ઉંમરના માજીની હત્યા કરી લૂંટ ચલાવી હતી ધંધુકાના ગલસાણા ગામે વાડીમાં સુતેલ ભરવાડ દંપતીને બેફામ મારી ભરવાડની હત્યા કરી હતી
ફેદરા ગામ ની સીમમાં એક ભરવાડ પરિવાર નગર ઉપર ત્રાટકી પતિ-પત્ની દીકરી દીકરા અને દીકરાની વહુઓને મારી ઘરના મુખી જશુભાઈ ની હત્યા કરી હતી અને લૂંટ ચલાવી હતી.
વલભીપુરના હળિયાદ ગામ દેવજીભાઇ પટેલ ના પરિવાર ઉપર આ ગેંગે ત્રાટકી અને તેના પત્ની અંજુબેન ની હત્યા કરી લૂંટ ચલાવી હતી એજ રીતે સાયલા તાલુકામાં વાડીએ સુ તેલ પતિ પત્ની ને માર મારી તેની હત્યા કરી હતી અને ઘાતકી એવી આ ગેંગ ની પરાકાષ્ઠા ત્યારે જોવા મળી હતી કે સિહોરના ધાંધલી ગામે પતિ પત્ની અને બાળકો વાડીમાં સુતા હતા ત્યારે લૂંટારુઓએ ઘરના મુખી સંજયભાઈ પરમાર ને માર મારતા સંજયભાઈ ભાગ્યા હતા આથી આ ગેંગે તેના પુત્રના ગળે ધારીયું રાખી અને સંજયભાઈ ને પાછા બોલાવી અને તેની હત્યા કરી લૂંટ કરી હતી.
આ છ હત્યા ઉપરાંત તેમણે 8 જગ્યાએથી ચોરી અને લૂંટ પણ કરી હતી છેલ્લા બે વર્ષથી આ ગેંગ દ્વારા અનેક નિર્દોષ ને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા અને જો તે ન પકડાય તો હજુ પણ કેટલાક લોકો તેનો ભોગ બન્યા હોત
જ્યારે કરમટા એ ચંદુને લાઠીદડ થી ઉઠાવ્યો ત્યારે તે જ રાતે તે ઘેલાસોમનાથ વધુ એક હત્યા કરવા માટે જવાનો હતો પણ એલસીબીના કરમટા આંબી ગયા એટલે ઘેલા સોમનાથ નો એક ખેડૂત બચી ગયો અને અત્યારે આ ગેંગ જેલમાં છે એટલે બીજા કેટલાક ખેડૂતો બચી ગયા છે. આ ગેંગની પૂછપરછ પછી તેમણે કરેલી હત્યા અને લૂંટ ના બનાવોના વૈજ્ઞાનિક પુરાવાઓ પણ એકત્ર કર્યા જેના કારણે આ ગેંગ છેલ્લા એક વર્ષથી જામીન પર છૂટી નથી શકી અને તેને સજા થાય તેવા પુરતા પુરાવાઓ પણ કરમટા એ ભેગા કર્યા છે સુરેન્દ્રનગર ભાવનગર અમદાવાદ જેવા જિલ્લાઓમાં હાહાકાર મચાવનાર ગેંગને પકડી અને ઇન્વેસ્ટિગેશન કોને કહેવાય તેનો દાખલો આ એક કેસમાં જ કરમટા એ નથી આપ્યો તેમણે આ ઉપરાંત બીજા એક સિરિયલ કિલર ને પણ પકડી અનેક લોકોને બચાવ્યા છે.
પરિવારને ખબર નહોતી કે ઘર નો વડો સિરિયલ કિલર છે પણ કરમટા તેના સુધી પહોંચી ગયા
તારીખ 24 સપ્ટેમ્બર 2019 ના રોજ સાવરકુંડલાના છેવાડાના ગામ હાડીડા માં ૭૦ વર્ષના માજી ઘરમાં મૃત્યુ પામેલી હાલતમાં મળ્યા પણ હકીકતમાં તેની હત્યા થઇ હોવાનું ખુલ્યું નથી અમરેલી ક્રાઈમ બ્રાન્ચ કરમટા એ સીન ઓફ ક્રાઇમ અને તમામ પદ્ધતિ અપનાવી તેમને એક શંકાસ્પદ નો cctv ફૂટેજથી સાવ ઝાંખો ફોટો મળ્યો પણ તેમાં સ્પષ્ટ ચિત્ર હતું તેમણે આમાં પણ વૈજ્ઞાનિક ઢબે પુરાવા મેળવ્યા આધુનિક ડી.એન.એ ટેકનોલોજી સહિતના પુરાવાઓ એકત્ર કર્યા અને મહુવાના સેંદરડા ગામે બત્રીસ વર્ષના કપાસની દલાલીનો ધંધો કરતા મિલન રાઠોડ નામના શખ્સને પકડી તેની ઝડતી લીધી હાડીડા ગામ માં હત્યા પછી ઘર માંથી ગુમ થયેલ વસ્તુ મળી એને બાકીની વસ્તુઓ નો વૈજ્ઞાનિક ઢબે નિરીક્ષણ અને તપાસ કરતા મિલને આ પ્રકારે પાંચ હત્યાઓ કરી હતી તેવું શોધી કાઢ્યું અને હત્યા કરી ઘરમાંથી ચોરી કરી મળેલી વસ્તુઓ વહેચી નાખતો હતો પણ ઈનામ સમજી એક વસ્તુ સંભારણા માટે રાખી મૂક્યો હતો તે જોઈ પોતાના કારનામા બદલ ગર્વ અનુભવતો હતો.
કપાસ ની દલાલી માટે મિલન ગામે ગામ ફરતો હતો અને ઘરમાં વૃદ્ધ હોય તેની રેકી કરી કામ ઉતરતો હતો તેને પહેલું 17 18 વર્ષ પહેલા પોતાના કુટુંબી કાકીનું કર્યું હતું ત્યારબાદ ચારેક વર્ષ પહેલા વ્યાજે નાણાં લઇ ભરત ન દેવા પડે તે માટે ગોવિંદભાઈ હડિયા નું ખૂન કર્યું હતું આ રીતે એક પછી એક તેમણે પાંચ ખૂન કર્યા હતા અને વધુ કોઇ તેનો ભોગ બને તે પહેલા કરમટા ની ઇન્વેસ્ટિગેશન ની પદ્ધતિ ને કારણે તે પકડાઈ ગયો હતો આવા અનેક કારનામાઓ ને કારણે કરમટા ને કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય એવોર્ડ આપવાની જાહેરાત થઇ છે