અમરેલી, અમરેલી જિલ્લામાં નમુનેદાર ફરજ બજાવી કામગીરી કોને કહેવાય તેનો સંદેશો આપનારા એસપીશ્રી નિર્લિપ્ત રાયને આજે વિવિધક્ષેત્ર અને વિવિધ સમાજના આગેવાનો તથા કોમનમેને સ્વયંભુ ઉમટી પડી અને વાજતે ગાજતે ફુલોનો વરસાદ કરી ભાવભરી વિદાય આપી હતી તેમા કોઇ રાજકીય આગેવાનની ન હોય તેવી લોકપ્રિયતા એસપીશ્રી નિર્લિપ્ત રાયની જોવા મળી હતી. સન્માનનાં પ્રત્યુતરમાં એસપીશ્રી નિર્લિપ્ત રાયએ અમરેલી જિલ્લાની જનતા અને પોતાનો સહયોગ આપનાર પોલીસ ટીમનો આભાર માન્યો હતો. અને સીધી માહિતી આપવા બદલ નાગરીકોનો પણ આભાર માન્યો હતો. સીનીયર સીટીઝન પાર્ક ખાતે ડૉ. ભરતભાઇ કાનાબાર અને શ્રી વિઠઠલભાઇ બાંભરોલીયા દ્વારા ટુકા સમયમાં આયોજન કરી વિદાય સમારોહ યોજાયો હતો જેમાં ધારાસભ્યશ્રી પરેશભાઇ ધાનાાણી, પુર્વ મંત્રીશ્રી બેચરભાઇ ભાદાણી, શ્રી વીવી વઘાસિયા, પુર્વ ધારાસભ્યશ્રી ઠાકરશીભાઇ મેતલીયા અને અનેક રાજકીય તથા સામાજીક આગેવાનો જોડાયા હતા નાના બાળકો અને મહીલાઓ તથા વેપારીઓ, ચિતલથી શ્રી વિજયભાઇ દેસાઇ, શ્રી અશ્ર્વીન સાવલીયા, શાંતાબા ગજેરા મેડીકલ કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ પણ એસપીશ્રીને વિદાય આપી હતી આ સમારોહનું સંચાલન શ્રી હરેશ બાવીશીએ કર્યુ હતુ.