શ્રી નિર્લિપ્ત રાયને શાંતાબા ગજેરા મેડીકલ કોલેજનું યાદગાર વિદાયમાન

અમરેલી,
કોરોના કાળમાં પોતાનું કામ ન હોવા છતા મેડીકલ ટીમને મદદ કરનારા કોરોનાને છ મહીના માટે તડીપાર રાખનારા અને અમરેલી જિલ્લાને લુખ્ખાઓથી આઝાદ કરાવનારા જાંબાઝ એસપીશ્રી નિર્લિપ્ત રાયને શાંતાબા ગજેરા મેડીકલ કોલેજ દ્વારા યાદગાર વિદાયમાન આપવામાં આવ્યું હતુ શાંતાબા ગજેરા મેડીકલ કોલેજના ચેરમેનશ્રી વસંતભાઇ ગજેરાએ એસપીશ્રીને ટેલીફોનીક શુભકામનાઓ પાઠવી હતી અને મેડીકલ ટીમે મેડકલ કોલેજના એમડી શ્રી પીન્ટુભાઇ ધાનાણીના માર્ગદર્શનમાં એસપીશ્રીનું સન્માન કર્યુ હતુ અને તેમની અસ્મિરણીય કામગીરીને બીરદાવી હતી.