શ્રી પરસોતમભાઇ રૂપાલાનું અમર ડેરીમાં ભવ્ય સન્માન

  • અમર ડેરીના પટાંગણમાં શ્રી અશ્ર્વિન સાવલીયાના નેતૃત્વમાં સહકાર પરિવાર દ્વારા શ્રી દિલીપભાઇ સંઘાણીના માર્ગદર્શન હેઠળ 

 

અમરેલી,
અમરેલી પંથકમાં શ્ર્વેતક્રાંતિ સર્જનાર અમરડેરી દ્વારા ભારત સરકારનાં પશુપાલન, મત્સ્યોદ્યોગ અને ડેરી ઉદ્યોગનાં કેબીનેટ મંત્રી શ્રી પરશોતમભાઇ રૂપાલાનું અમર ડેરીનાં ચેરમેન શ્રી અશ્ર્વિનભાઇ સાવલીયા અને સહકાર પરિવાર દ્વારા દેશનાં દિગ્ગજ સહકારી આગેવાન શ્રી દિલીપભાઇ સંઘાણીની ઉપસ્થિતિમાં ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. અમર ડેરીના બોર્ડ રૂમમાં 3 કલાકે કેન્દ્રિય કેબિનેટ મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાના અધ્યક્ષ સ્થાને બોર્ડ મીટીંગ મળેલ. ત્યારબાદ અમર ડેરી પટાંગણમાં સહકાર પરિવાર દ્વારા ભારતીય રાષ્ટ્રીય મહાસંઘના અધ્યક્ષ શ્રી દિલીપભાઈ સંઘાણીની ઉપસ્થિતિમાં ભારત સરકારના પશુપાલન, મત્સ્યપાલન અને ડેરી ઉદ્યોગના કેન્દ્રિય કેબિનેટ મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલાનું અભિવાદન સમારોહ યોજવામાં આવેલ. જેમાં માનનીય સાંસદશ્રી નારણભાઈ કાછડીયા, અમરેલી જિલ્લા ભાજપ પ્રમખશ્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્યશ્રી જે વી કાકડીયા, અમર ડેરી ના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયા, પૂર્વ ધારાસભ્યશ્રીઓ વી.વી. વઘાસિયા, શ્રી મનસુખભાઈ ભુવા, શ્રી બાલુભાઈ તંતી, શ્રી હીરાભાઈ સોલંકી, શ્રી કાળુભાઈ વિરાણી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના ઉપાધ્યક્ષશ્રી મનીષભાઈ સંઘાણી, શ્રી જયંતીભાઈ પાનસુરીયા, શ્રી અરુણભાઈ પટેલ, અમર ડેરીના વાઇસ ચેરમેનશ્રી મુકેશભાઈ સંઘાણી, અમર ડેરીના મેનેજિંગ ડિરેકટર ડો આર એસ પટેલ, અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક ના એમ.ડીશ્રી ચંદુભાઈ સંઘાણી, મેનેજરશ્રી બી.એસ કોઠીયા, જિલ્લાની મોટા ભાગની સહકારી સંસ્થાના ચેરમેનશ્રીઓ, ડિરેક્ટરશ્રીઓ તથા જિલ્લા ભાજપના વર્તમાન અને પૂર્વ પદાઅધિકારીશ્રીઓ, જિલ્લામાંથી ટીમ સહકારના આગેવાનો, ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ સન્માન સમારોહની ગરીમા પુર્ણ યોજવામાં આવેલ.