શ્રી પરેશ ધાનાણી મેદાનમાં, આજે કોંગ્રેસની બાઇક રેલી

  • ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષનાં નેતા શ્રી પરેશભાઇ ધાનાણીની આગેવાનીમાં અમરેલીમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન
  • કોલેજ સર્કલે સંસ્કાર કોમ્પલેક્ષથી સવારે 8 કલાકે કોંગ્રેસની વિશાળ બાઇક રેલીનો પ્રારંભ : બાઇક રેલી અમરેલી શહેરનાં મુખ્ય રાજમાર્ગો પર ફરી વળશે

અમરેલી,
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીઓ અનુલક્ષીને અમરેલીમાં ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષનાં નેતા અને ધારાસભ્યશ્રી પરેશભાઇ ધાનાણીની આગેવાનીમાં આજે તા.26 શુક્રવાર સવારે 8 કલાકે કોંગ્રેસની વિરાટ બાઇક રેલી યોજાશે. જેનો પ્રારંભ શ્રી પરેશભાઇ ધાનાણીનાં કાર્યાલય સંસ્કાર કોમ્પલેક્ષ કોલેજ સર્કલથી થશે. આ બાઇક રેલીમાં અમરેલી શહેર જિલ્લા કોંગ્રેસનાં આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાશે. બાઇક રેલી કોલેજ સર્કલથી લઇ અમરેલી શહેરનાં મુખ્ય માર્ગોમાં નિકળશે અને રેલીમાં જોડાવવા આયોજકો વતી અનુરોધ પણ કર્યો છે. તેમ કોંગ્રેસનાં સુત્રો દ્વારા જણાવા મળ્યું છે.