શ્રી ભરતસિંહ સોલંકીએ રાજીનામા માટે મજબુર કર્યા : શ્રીમતી કોકીલાબહેન કાકડીયા

કેવા સંજોગો ઉભા કરાયા કે જેવીને રાજીનામુ આપવુ પડયું ? ખતરનાક ખેલનો પર્દાફાસ કરતા ફાયરબાન્ડ આગેવાન શ્રીમતી કોકીલાબહેન કાકડીયા
શ્રી ભરતસિંહ સોલંકીએ રાજયસભાની પોતાની ટીકીટ પાકી કરવા જેવીના નામનો ઉપયોગ કર્યો
અમારી સાથે અમે ન કોંગ્રેસના રહીએ કે, ભાજપના તેવો ખેલ ખેલાયો : કોકીલાબહેન કાકડીયા, કોંગ્રેસના ફાયરબ્રાન્ડ મહીલા આગેવાન અને ધારાસભ્ય શ્રી જેવી કાકડીયાના ધર્મપત્ની શ્રી કોકીલાબહેન કાકડીયાએ કોંગ્રેસમાં રાજયસભાની ટીકીટ માટે ખેલાયેલ ખેલને ખુલ્લો પાડયો
અમરેલી,(પોલીટીકલ રિર્પોટર) અમરેલી જિલ્લાના ધારી-બગસરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય શ્રી જે.વી. કાકડીયાએ ધારાસભ્ય પદેથી આપેલ રાજીનામા અંગે શ્રી જે.વી. કાકડીયા (મો. 9426989611)નો સંપર્ક થતો ન હોય તેમના ધર્મપત્ની અને કોંગ્રસના તાલુકા પ્રમુખ શ્રીમતી કોકીલાબહેન કાકડીેયાએ કેવા સંજોગો ઉભા કરાયા કે જેવીને રાજીનામુ આપવુ પડયું ? તેના ખતરનાક ખેલનો પર્દાફાસ કરતા જણાવેલ કે, શ્રી ભરતસિંહ સોલંકીએ રાજયસભાની પોતાની ટીકીટ પાકી કરવા જેવીના નામનો ઉપયોગ કર્યો હતો અને અમારી સાથે અમે ન કોંગ્રેસના રહીએ કે, ભાજપના તેવો ખેલ ખેલાયો છે.
આ અંગે વિગતો આપતા શ્રી કોકીલાબહેન કાકડીયાએ જણાવેલ કે, ભરતસિંહ સોલંકીનો ફોન આવ્યો હતો કે રીાજયસભાની ટીકીટ કોને મળવી જોઇએ અને શકિતસિંહ અને મધ્ાુસુદન મીસ્ત્રીનું નામ આપતા અમે મધ્ાુસુદનભાઇના નામને બદલે પાટીદાર આગેવાનને પ્રતિનિધિત્વ મળવું જોઇએ તેમ કહેતા શુ કરવું જોઇએ તેમ મે પુછતા ભરતસિંહે જણાવેલ કે ભાજપમાં જવાય ? આથીે મે જો સરકારમાં રહી લોકોના કામ થતા હોય તો ત્યા જવાય આથી તેમણે હુ ભાજપમાં વાત કરુ છુ તેમ કહી શ્રી જેવી કાકડીયા સાથે વાત કરી અને કોંગ્રેસ અને ભાજપ બન્નેમાં વાતચીત કરતા અમે કોંગ્રેસ કે ભાજપ કયાયં ન રહીએ આમ કોંગ્રેસમાં રાજયસભાની ટીકીટ માટે ખેલાયેલ ખેલને થી શ્રી જેવીએ માત્ર ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યુ છે, ભાજપમાં જોડાયા નથી અમારા કાર્યકર્તાઓ અને ટેકેદારોને વિશ્ર્વાસમાં લઇને આગળનો નિર્ણય લેશું અને કોંગ્રેસના આગેવાનો દ્વારા એવો પ્રચાર થાય છે કે, અમે રૂપિયા લીધા છે પણ હકીકતમાં અમે કયારેય રૂપિયાને મહત્વ નથી આપ્યું લોકોના પૈસા છે તે લોકો માટે જ વપરાવા જોઇએ અમારા વિસ્તારમાં ચાલી આવતી ટકાવારીની પ્રથા પણ અમે તોડી છે.
જેવીએ માત્ર ધારાસભ્યપદેથી રાજીનામુ આપ્યુ છે, ભાજપમાં જોડાયા નથી અમારા કાર્યકર્તાઓ અને ટેકેદારોને વિશ્ર્વાસમાં લઇને આગળનો નિર્ણય લેશું : એવો પ્રચાર થાય છે કે, અમે રૂપિયા લીધા છે
પણ હકીકતમાં અમે કયારેય રૂપિયાને મહત્વ નથી આપ્યું લોકોના પૈસા છે તે લોકો માટે જ વપરાવા જોઇએ, અમારા વિસ્તારમાં ચાલી આવતી ટકાવારીની પ્રથા પણ અમે તોડી છે