શ્રી મહેશ કસવાલાના પ્રયાસથી 120 દિવ્યાંગ ચાલતા થશે

સાવરકુંડલા,
માત્ર ઉદઘાટનો કે ખાતમુહુર્ત અથવા સરકારી સમારંભોમાં દેખાતા લોક પ્રતિનિધિઓ માટે વિશાલરૂપ કામગીરી સાવરકુંડલામાં ત્યાંના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ મંત્રી શ્રી મહેશ કસવાલાએ કરી બતાવતા આજે સાવરકુંડલામાં લોકો એમ કહેતા દેખાયા હતા કે આને કહેવાય સાચા લોક પ્રતિનિધિ અને સાચી સેવાભાવિ સંસ્થા કારણ કે શ્રી મહેશ કસવાલાના પ્રયાસથી 120 અપંગ ચાલતા થશે.શ્રી ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમીતી અમદાવાદ (જયપુર ફુટ સેન્ટર)ના સોૈજન્ય અને સાવરકુંડલાના ધારાસભ્ય શ્રી મહેશ કસવાલાના સંયુકત ઉપક્રમે ત્રણ દિવસ સુધી સાવરકુંડલામાં ચાલનાર કેમ્પમાં નિશુલ્ક તપાસ કૃત્રિમ પગ અને કેલેપર્સ થી દિવ્યાંગજનો દોડતા થશે ધારાસભ્ય શ્રી મહેશ કસવાલાનું પ્રેરણાદાયી આયોજન સોૈએ વખાણ્યુંં છે અને જો દરેક વિધાનસભામાં દરેક ધારાસભ્ય આ કામગીરી કરે તો અમરેલી જિલ્લામાં એકપણ દિવ્યાંગ પરવશ ન બને તે પણ અન્યની જેમ પગભર થઇ દોડતો થઇ શકે છે.વિશ્ર્વ વિખ્યાત જયપુર ફુટના નામે જાણીતી અમદાવાદની આ સંસ્થાના સ્થાપક શ્રી ડીઆર મહેતા છે 1975 માં એક ગંભીર અકસ્માતમાં તેમનો પગ કાપવો પડશે તેવું નિદાન થયેલ પણ સદનસીબે બચી ગયેલા આ સજજન વિચાર આવ્યો હતો કે જેને પગ ન હોય તેની હાલત કેવી થતી હશે તેને કારણે 1975માં તેમણે આ સંસ્થાની સ્થાપના કરી અને દુનિયાની સૌથી મોટી આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 50 લાખ લોકોને આ સહાયથી પગભર કરાયા છે અને એેકલી અમદાવાદ શાખા દ્વારા 2008 થી 2023 સુધીમાં 60હજારથી વધ્ાુ દિવ્યાંગોને નિશુલ્કસાધન સહાય અપાય છે ડો.જયમીત પારેખ અને તેની ટીમ દ્વારા રોજ 60 થી વધ્ાુ દર્દીઓને દોડતા કરે છે.આ યુનીટની વિશેષતા એ છે કે અધતન ટેકનોલોજીની સજજ એક મોબાઇલ વાનની અંદર જ દર્દીને પગની કેટલી જરૂરીયાતછે અને ત્યાં નેત્યાં તેમના માટે પગ બનાવાવામાં આવે છે જેને કારણે દિવ્યાંંગોને દુર ન જવુ પડે અમદાવાદ શાખના ચેરમેન શ્રી ગોૈતમ જૈન છે અને તેમને આ મોબાઇલ વેન સમર્પીત કરી છે સંસ્થાના વાઇસ ચેરમેન શ્રી લલીતભાઇ જૈેન પણ માર્ગદર્શક છે.અમરેલી જિલ્લામાં પ્રથમવાર આવા કેમ્પનું આયોજન કરીને પરમ પૂજ્ય ઉષામૈયા અને સાંસદ નારણભાઇ કાછડીયા ની પ્રેરક ઉપસ્થિતી વચ્ચે 124 દર્દીઓને કુત્રિમ પગ – ઘોડી બેસાડવામાં આવેલ હતી અમદાવાદથી ભગવાન મહાવીર વિકલાંગ સમિતિ દ્વારા એક એમ્બ્યુલન્સ સાથે 20 સેવાના સારથી ઓની ટીમ કામે વળગી હતી ત્યારે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ મહેશભાઈ કસવાળા દ્વારા મત માટે કેમ્પ નહિ પણ સેવાના કાર્ય માટે કેમ્પનું પ્રથમવાર નવતર આયોજન કરીને દુ:ખી થયેલા દિવ્યાંગજનો માટે એક આશાનું કિરણ બનીને કસવાળાની કાબીલેદાદ કામગીરીની કૃતાર્થતા ઉડીને આંખે વળગી હતી ને જિલ્લામાં અન્ય ધારાસભ્યો પણ જો આ રીતે પ્રેરણા રૂપ કાર્યો કરે તો જિલ્લાભરમાં દિવ્યાંગ જનો ની જિંદગીમાં સોનાનો સૂરજ ઊગે તેમાં કોઈ બેમત નથી