- 2010ની ચુંટણીમાં કોંગ્રેસને ધુળ ચાટતી કરનાર
- શ્રી ભાવેશ સોઢા અને શ્રી મુકેશ સંઘાણી સ્થાનિક ઇન્ચાર્જ : શ્રી મનસુખ ભુવા બાહય ઇન્ચાર્જ નીમાયા
અમરેલી,
2010 ની અમરેલી નગરપાલિકાની ચુંટણીમાં કોંગ્રેસને ધુળ ચાટતી કરી દેનાર ચુંટણીના ચક્રવ્યુહના જાણકાર એવા શ્રી મુકેશ સંઘાણીને અમરેલીની નગરપાલિકાની ચુંટણી માટે જિલ્લા ભાજપ દ્વારા ઇન્ચાર્જ તરીકે નિમણુંક કરાઇ છે તેમની સાથે શ્રી ભાવેશ સોઢાને જવાબદારી સોંપાઇ છે અને બાહય ઇન્ચાર્જ તરીકે ધારી બગસરા વિસ્તારના પુર્વ ધારાસભ્ય અને કુશળ સંગઠક શ્રી મનસુખ ભુવાને જવાબદારી સોંપવામાં આવતા અમરેલી શહેર ભાજપમાં ઉત્સાહની લહેર છવાઇ છે.