શ્રી મોદીએ ખેડૂતોના ખાતામાં 95 હજાર કરોડ નાખ્યા છે : શ્રી રૂપાલા

  • ખેડૂતોને ઉશ્કેરાવા માટે ખોટું આંદોલન ચલાવાઇ રહયું છે : ખેડુતોના હીત માટે સતત ચિંતા કરનાર વડાપ્રધાન
  • ભારત સરકારના કૃષિમંત્રીશ્રી રૂપાલાનો સવાલ : જે પ્રધાન મંત્રીએ દેશના ખેડુતોના ખાતામાં 95 હજાર કરોડ રૂપિયા જમા કરાવ્યા છે એ પ્રધાનમંત્રી ખેડૂતોનું હિત કેવી રીતે અવરોધી શકે ?
  • શ્રી નરેન્દ્રભાઇએ સતા સંભાળ્યા પછી પહેલી વખત ખેડુતોની ચિંતા કરી અને ખેડૂતોની આવક બમણી કરવા લક્ષ્યાંક રાખ્યો છે : ખેડૂતો વિશ્ર્વાસ રાખે : મંત્રીશ્રી પરસોતમભાઇ રૂપાલાનો અનુરોધ

અમરેલી,
દેશમાં ચાલી રહેલા કૃષિ આંદોલન અંગે કેન્દ્રનાં કૃષિ રાજ્યમંત્રીશ્રી પરશોતમભાઇ રૂપાલાએ જણાવ્યું હતું કે, અમલમાં મુકાયેલા કૃષિ સુધારાાઓ આઝાદી બાદ દેશનાં કરોડો ખેડુતોને પ્રગતીનાં પંથે લઇ જવા અગ્રેસર બનાવવા માટે લેવાયેલું ક્રાંતિકારી અને ઐતિહાસિક પગલું છે. શ્રી મોદીનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા કૃષિ સુધારા બીલનું ઉદ્દેશ આપણા અન્નદાતા એવા દેશનાં કરોડો ખેડુતોને સમૃધ્ધ બનાવવાનો અને તેમની આવક બમણી કરવાનો છે. કૄષિ સુધારા બીલમાં ફક્તને ફક્ત ખેડુતોનાં હીતની જ વાત છે. ખેડુતોને કોઇપણ પ્રકારનું નુક્શાન થાય તેવી એકપણ જોગવાઇ નથી. રાજકીય વિરોધીએ ફક્તને ફક્ત રાજકીય રોટલા શેકવા માટે દેશનાં કરોડો ખેડુતોનાં હીતમાં લેવાયેલ આ ઐતિહાસિક નિર્ણય અંગે અપપ્રચાર કરી ભ્રામકતા ફેલાવી રહ્યાં છે. વધુમાં એવુ પણ જણાવ્યું કે, દેશનાં રાકીય ઇતિહાસમાં એકમાત્ર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી એવા નેતા છે કે જેમણે દેશનાં કરોડો ખેડુતોની આવક બમણી કરવા અંગે નિવેદન કર્યુ અને તેને પરીપુર્ણ કરવા માટે આજે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને ખેડુતોને અનેક વિધ ઐતિહાસિક નિર્ણય તેઓ કરી રહ્યાં છે. 2004માં બનાવેલા સ્વામીનાથન આયોગનાં અહેવાલમાં દર્શાવાયેલા સુચનોને લાગુ કરવાની માંગણી અનેક વર્ષોથી દેશ ભરનાં ખેડુતો સંગઠનો અનેખેડુતો કરી રહ્યાં હતાં. 10 વર્ષ સુધી કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર રહી પણ તેમણે આ અંગે કંઇ ન કર્યુ અને આજે દેશનાં ખેડુતોને ગેરમાર્ગે દોરવાનું પાપ કોંગ્રેસ કરી રહી છે. કૃષિ બીલમાં પ્રાઇવેટ કંપની કે વેપારી સાથે જમીન અંગેનાં કરારની કોઇ જોગવાઇ નથી. ખેડુતો પોતાની જમીન ઉપર ઉગનારી પેદાશનાં ભાવ અંગેનો કરાર વેપારી કે કંપની સાથે કરી કાયદાકીય સુરક્ષા સાથે વધુ સારૂ આર્થિક ઉપાર્જન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
કૄષિ સુધારા બીલને એમએસપી સાથે કોઇ જ લેવા દેવાનથી. એમએસપી ટેકાનાં ભાવથી ખેત પેદાશોની ખરીદી થઇ રહી છે અને આગળ પણ થતી રહેશે.કોંગ્રેસ સહિતનાં રાજકીય વિરોધીઓ ટેકાનાં ભાવથી ખેડુતોની પેદાશોની ખરીદી કેન્દ્ર સરકાર આ બીલ દ્વારા બંધ કરી રહી છે તેવો દુષપ્રચાર કરીને ખેડુતોને ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કરી રહેલ છે. કેન્દ સરકાર નવા કૄષિ સુધારાાઓનાં અમલ બાદ તાજેતરમાં જ ઘઉં ચણા, દાળ, મસુર, રાય, તેલીબીયા સહિતનાં રવી પાકનાં એમએસપી ટેકાનાં ભાવમાં કરાયેલો વધારો કેન્દ્ર સરકાર ટેકાનાં ભાવથી ખેત પેદાશોની ખરીદી બંધ કરી રહી છે. તેઓ અપપ્રચાર કરનાર કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષોને જડબાતોડ જવાબ છે. કોંગ્રેસની યુપીએ સરકારની વર્ષ 2009-14 ની 3.3.74 લાખ કરોડની ડાંગર અને ઘઉંની એમએસપીથી ખરીદી સામે છેલ્લા છ વર્ષમાં કેન્દ્રની ભાજપ સરકારે ડાંગર અને ઘઉંની એમએસપીથી અંદાજે 3.8 લાખ કરોડની એટલે કે કોંગ્રેસની સરકાર કરતા બમણા કરતા પણ વધુની ટેકાનાં ભાવથી ખરીદી કરી છે. યુપીએ 2માં 1.52 લાખ મેટ્રીક ટન કઠોળની ટેકાના ભાવથી ખરીદી થઇ હતી. તેની સામે છેલ્લા છ વર્ષમાં ભાજપ સરકાર દ્વારા 112 લાખ મેટ્રીક ટન કઠોળની એમએસપીથી વિક્રમ જનક ખરીદી કરવામાં આવી છે જે કોંગ્રેસની સરકાર કરતા 74 ગણી વધુ છે. ભાજપની સરકારમાં કોંગ્રેસની સરખામણીમાં ખેડુતો પાસેથી ઉચ્ચી એમએસપીથી અને રેકર્ડ બ્રેસ માત્રામાં ખરીદી કરવામાં આવી છે. ગુજરાતમાં પણ છેલ્લા 4 વર્ષમાં 3.15 હજાર કરોડથી વધુનાં મુલ્યની જણસીની ખરીદી કરવામાં આવી છે. એપીએમસી સુધારા બીલ દ્વારા દેશનાં કરોડો ખેડુતો સ્થાનિક એપીએમસી સહિત દેશ ભરમાં જે કોઇપણ સ્થળે તેમને વધુ અને યોગ્ય ભાવ મળતો હોય તે વેપારીને ખેતપેદાશ વહેંચી શકશે. એકમાત્ર નરેન્દ્રભાઇ મોદી, અમિતભાઇ શાહ, નરેન્દ્રસિંહ તોમર તેમજ અન્ય વરિષ્ઠ મંત્રીઓએ વારંવાર સ્પષ્ટ કર્યુ છે કે એમએસપીથી ખેડુતોની ઉપજની ખરીદી એપીએમસીની વ્યવસ્થા ચાલુ છે અને આગળ પણ ચાલુ જ રહેશે. કેન્દ્રની ભાજપ સરકાર ખેડુત સાથે ખુલ્લા મને વાતચીત કરી કૃષિ સુધારાાઓ અંગે રહેલી તમામ શંકાઓને દુર કરવા તૈયાર છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનાં હૈયે સદાય ખેડુતોનું હીત વસેલું છે. તેમનાં દ્વારા લેવાયેલુ એક એક પગલું ખેડુતોનાં ઉતથાન માટે છે. મને સંપુર્ણ વિશ્વાસ છે કે ગુજરાત અને રાજ્યનાં કીસાનો ખેડુત વિરોધી તત્વોનાં ભ્રામક પ્રચારમાં આવશે નહીં. ખેડુતોનો હંમેશા વોટબેંક તરીકે ઉપયોગ કરનારી કોંગ્રેસ કે જે ખેડુતોની દર્દુશા માટે જવાબદાર છે તે આજે ખેડુત આંદોલનને હાથો બનાવી લાજવાને બદલે ગાજી રહી છે. તેમ શ્રી રૂપાલાએ જણાવ્યું છે. વધ્ાુમાં એવું પણ જણાવ્યું કે, દેશમાં વડાપ્રધાન તરીકે શ્રી નેરન્દ્રભાઇ મોદીએ સતાનું સુકાન સંભાળ્યા બાદ ખેડુતોની આવક બમણી કરવા પ્રયાસો કર્યા છે. કૃષિ નિતી સાથે ખેડુતોની આવક વધે તેવા પણ પ્રયાસો છે. આપણી કૃષિ નીતી ઉત્પાદન કેન્દ્રીત હતી. પરંતુ શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ઉત્પાદક્તા સાથે આવકને પણ જોડી દઇ પુરવાર કર્યુ છે. ખેડુતોની આવક બમણી કરવા લક્ષ્યાંક પોતાની સરકાર સામે જ રાખ્યો છે.
કૃષિનીતી અને તેને લગતા વિવિધ પગલાઓ સાથે સાથે ખેડુતોનાં ખાતામાં 95 હજાર કરોડ રૂપિયા રોકડ જમા કરાવ્યાં છે. તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ખેડુતોનું અહિત કેવી રીતે કરી શકે? શ્રી નરેન્દ્રભાઇએ બનાવેલ કૃષિ કાયદાથી ખેડુતોને કોઇ નુક્શાન થવા શક્યતાઓ નથી. તેથી શ્રી નરેન્દ્રભાઇ મોદી ઉપર વિશ્વાસ રાખવા નમ્ર વિનંતી કરૂ છું તેમ કેન્દ્રીય કૃષિ રાજ્યમંત્રી પરોશતમભાઇ રૂપાલાએ જણાવ્યું છે.