શ્રી રાજેન્દ્ર દેવધા ડીજીપી ડીસ્કથી સન્માનિત

  • હાલ ધાંગધ્રાના વિભાગીય પોલીસ વડા
  • ઉત્કૃષ્ઠ સેવા બદલ શ્રી દેવધાનું ડીજીપી પ્રસંસા મેડલથી સન્માન કરાતા શ્રી દેવધાના મિત્ર વર્તુળમાં આનંદ

અમરેલી,
રાજયના પોલીસ વડા શ્રી શિવાનંદ ઝાના હસ્તે હાલ ધાંગધ્રાના વિભાગીય પોલીસ વડા અને અમરેલીની ક્રાઇમ બ્રાંચના પુર્વ પીઆઇ શ્રી રાજેન્દ્ર દેવધા જીપી ડીસ્કથી સન્માનિત કરાયા છે.
અને ગુજરાત પોલીસમાં સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારી, અધિકારીને મેડલ એનાયત કરવાનો પ્રારંભ થયો છે જે તે વખતે અમરેલીની ક્રાઇમ બ્રાંચને નવી ઓળખ આપનારા સુંદર કામગીરી કરનારા ઉત્કૃષ્ઠ સેવા બદલ શ્રી દેવધાનું ડીજીપી પ્રસંસા મેડલથી ડીજીપીશ્રી શિવાનંદ ઝાના હસ્તે ગૌરવપુર્ણ સન્માન કરાતા શ્રી દેવધાના મિત્ર વર્તુળમાં આનંદ છવાયો છે.